SSG હોસ્પિટલ પહેલીવાર વિવાદમાં નથી આ અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેને લઈને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉભા થયા હતા ત્યારે હવે ડ્રાવર દ્વારા ઘાયલ દર્દીના ટાંકા લેવાનો વીડિયો સામે આવતા લોકો રોષે ભરાયા છે
વડોદરાની SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ હોસ્પિટલમાં આ વખતનો વિવાદ જોઈ લોકો પણ ચોંકી ગયા છે. હોસ્પિટલમાં ઘાયલ થયેલા દર્દીના ટાંકા ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે લીધા હતા. ત્યારે નિષ્ણાંતના બદલે ડ્રાઈવર દ્વારા ટાંકા લેવામાં આવતો વીડિયો સામે આવ્યો છે. જે બાદ લોકો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ડ્રાઈવર નિષ્ણાત તબીબની જેમ ટાંકા લઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાના અગાઉ પણ ઘણા આક્ષેપો લાગ્યા છે ત્યારે ફરી એકવાર આ આક્ષેપોમાં ઉમેરો થયો છે. વીડિયો જોયા બાદ અનેક લોકો હોસ્પિટલ પર રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. જે હેઠળ કોની માલિકીની એમ્બ્યુલન્સ અને ડ્રાઈવર તે શોધવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
SSG હોસ્પિટલ પહેલીવાર વિવાદમાં નથી આ અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેને લઈને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉભા થયા હતા ત્યારે હવે ડ્રાવર દ્વારા ઘાયલ દર્દીના ટાંકા લેવાનો વીડિયો સામે આવતા લોકો રોષે ભરાયા છે અને સવાલ ઉભો થઈ રહ્યો છે આખરે તબિબો ક્યાં હતા જો એક ડ્રાઈવરને દર્દીના ટાંકા લેવાની ફરજ પડી? આ વાયરલ થયેલો વીડિયો છે જેની TV9 ગુજરાતી પુષ્ટિ કરતુ નથી.