News Updates
VADODARA

Vadodara:પક્ષીઓને 600 કિલો પંચ ધાન્યોની ચણ,ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન સહિતના ફળો અર્પણ,1500 કિલો ફળનું દાન રાજકોટના મૃતકોને પુષ્પાંજલી રૂપે 

Spread the love

રાજકોટના ગેમ ઝોનમાં 28 લોકો આગમાં હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ દુર્ઘટનામાં મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે વડોદરામાં અબોલ જીવ જેવા કે પશુ-પક્ષીઓને 2100 કિલો ફળ અને અનાજનું દાનપુણ્ય કરવામાં આવ્યું હતું. જેમાં ગૌ-માતાઓને ગૌ માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન સહિતના ફળો અર્પણ કર્યા હતા. તો પક્ષીઓને ચોખા, ઘઉં, જુવાર સહિત અનાજની ચણ નાખી હતી. આ સાથે સેવાભાગીઓએ ગૌ માતા, મૂંગા પક્ષીઓ અને જલારામબાપાના ચરણોમાં નતમસ્તક થઈને મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજકોટની દુર્ઘટનાને પગલે હજારો લોકોએ પોતાનું સ્વજન ગુમાવ્યું હોય તેવું દુઃખ અનુભવ્યું હતું. આ ઘટનામાં પોતાનું સ્વજન ગુમાવનારના દુઃખની કલ્પના કરવી જ મુશ્કેલ છે, ત્યારે ફાઉન્ડેશન દ્વારા આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલી અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા કરજણ પાંજરાપોળમાં આશરો લેતી ગૌ-માતાને કેરી, કેળા, ચીકુ, તરબૂચ, સફરજન મળીને 1500 કિલો વિવિધ પ્રકારના ફળો અર્પણ કર્યા છે.

ફાઉન્ડેશન દ્વારા બાજરી, ચોખા, ઘઉં, જુવાર, લીલા મગ, પંચ ધાન્યો મળીને 600 કિલોથી વધુ પક્ષીને ચણ અર્પણ કરવામાં આવી છે. સાથે જ તમામ જગ્યાઓ પર જરૂરી સફાઈ કરી પશુઓ માટે મિનરલ વોટરથી કુંડી ભરી દેવામાં આવી છે. પશુ ચણી રહ્યા હોય તે સમયે તેમના સમક્ષ રાજકોટ દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે નતમસ્તક થઈ પ્રાર્થના કરવામાં આવી છે. આ સેવાકાર્યમાં યોગદીપસિંહ જાડેજા અને ઘનશ્યામ પટેલ જોડાયા હતા. આ દુર્ઘટનામાં મૃતકોને સાચા અર્થમાં પુણ્યાંજલી અર્પણ કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી ફૂટપાથ પર રહેવા મજબુર નિઃસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડવામાં આવે છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને કાયમી આશરો મળે, દિવ્યાંગ લોકો પગભર બને, મહિલાઓ માસિક દરમિયાન સુરક્ષિત અને સ્વસ્થ રહે, અંધજનોને રાશન સહાય, જરૂરિયાતમંદ લોકોને તબીબી સહાય પહોંચાડવામાં આવે છે. સંસ્કારીનગરીમાં સેવાની સુવાસ મહેકાવવા માટે અમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. જેમાં લોકોનો સાથ અને સહકાર મળ્યો છે.


Spread the love

Related posts

Smart Meter નું બેસણું:  મહિલાઓએ કહ્યું- 7 હજાર પગારને 6 હજાર બીલ, MGVCLની ઓફિસ બહાર લોકોએ ધૂન કરી

Team News Updates

VADODARA: 326 કિલોનો જથ્થો જપ્ત,ગૌમાંસનાં સમોસાંનું ખુલ્લેઆમ વેચાણ,પિતા-પુત્ર સહિત 7ની ધરપકડ;લાઇસન્સ વગર ઘરેથી આખા શહેરમાં સપ્લાય થતાં

Team News Updates

Vadodara:પિતાએ પુત્રને કિડની આપી હતી:પાદરાના 73 વર્ષીય ખેડૂત પિતાએ પુત્રને કિડની આપી, બન્ને 15 વર્ષથી કોઈપણ બિમારી વિના સ્વસ્થ જીવન જીવી કુદરતી ખેતી કરે છે

Team News Updates