News Updates
AHMEDABAD

 Kalki Bujji Car:7 કરોડમાં બનેલી બુજ્જી કાર અમદાવાદમાં આવશે,6 ટન વજન, 34.5 ઈંચના પૈંડા

Spread the love

બુજ્જી ભારતીય એન્જિનિયરિંગનું ઉદાહરણ છે. બુજ્જી ચેન્નઈની શેરીઓમાં ફરતી જોવા મળી હતી, જેનાથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ ચેન્નાઈ માત્ર પ્રથમ સ્ટોપ છે. આ પછી તે બેંગલુરુ, પુણે, અમદાવાદ, ઈન્દોર, જયપુર, આગ્રા, કાનપુર, વિઝાગ અને વિજયવાડા સહિતના શહેરોને આવરી લેશે.

બાહુબલી સ્ટાર પ્રભાસ સહિત અનેક દિગ્ગજ બોલિવુડ સ્ટારની અપકમિંગ ફિલ્મ કલ્કી 2898 એડીની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. જેને જોવાનું પણ ચાહકોને આતુરતા છે.કલ્કિ 2898 એડીના નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કર્યું હતું અને આ ઇવેન્ટમાં નિર્માતાઓએ કલ્કી 2898 એડીમાં પ્રભાસની કાર બુજ્જીનું પણ સૌ કોઈને દેખાડી હતી.

આ ફિલ્મમાં જોવા મળનારી બુજ્જી કાર એક કસ્ટમાઈઝ કાર છે. આ ફિલ્મમાં આ વાહનનું નિર્માણ પ્રભાસના પાત્ર ભૈરવના હાથે જોવા મળશે. જેનો લુક જોઈ સૌ કોઈ આ બુજ્જી કારના ચાહક થઈ ગયા છે. આ કાર હવે પ્રવાસ પર નીકળી છે. જે અનેક શહેરમાં ફરશે. તેમજ અમદાવાદમાં પણ બુજ્જી કાર આવશે.

કલ્કી 2898 એડીમાં ઉપયોગમાં લેવાયેલી બુજ્જી કારનું નિર્માણ ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા દ્વારા કોઈમ્બતુરની જયમ મોટર્સ સાથે મળીને કરવામાં આવ્યું છે.

જો આપણે બુજ્જી કારની વાત કરીએ તો તેનો રંગ નારંગી છે, જેનું વજન 6 ટન છે. આ કારમાં 94 કિલોવોટનો પાવર છે. સાથે 47 કિલોવોટની બેટરી પણ આપવામાં આવી છે. કારના પૈંડાની વાત કરીએ તો કુલ 3 પૈંડા આવેલા છે. 2 આગળ અને એક પાછળ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ કારની કિંમત અંદાજે 7 કરોડ રુપિયા બતાવવામાં આવી છે. કલ્કી 2898 એડી ફિલ્મ 27 જૂનના રોજ રિલીઝ થશે.


Spread the love

Related posts

નર્મદા ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા:પાણીની આવક 9.38 લાખ ક્યૂસેક, સપાટી 136.11 મીટર પહોંચી, વડોદરાના 25 ગામને એલર્ટ આપવામાં આવ્યું

Team News Updates

તાઉતે બાદ ગુજરાત પર વાવાઝોડાની ‘આફત’!:અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ કાલ સુધીમાં વાવાઝોડામાં ફેરવાશે, 170 કિમીની ઝડપે પવન ફૂંકાશે, સુરતના 42 ગામો એલર્ટ, કંટ્રોલરૂમ શરૂ

Team News Updates

કંપની સેક્રેટરીના પરિણામમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો ડંકો, ટોપ-10માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓ

Team News Updates