થોડા દિવસ અગાઉ આજ કેસના આરોપી અને તથ્યના પિતાએ પણ હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી કરી હતી અને ગુજરાત હાઇકોર્ટે તેમને શરતી જામીન પણ મંજૂર કર્યા હતા, ત્યારે હવે આજે ગુજરાત હાઇકોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે.
છેલ્લા ત્રણ મહિના કરતા વધુ સમયથી અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ જેલવાસ ભોગવી રહ્યો છે. જો કે આજનો દિવસ તેના માટે મહત્વનો બની રહેશે. દિવાળીનો પર્વ નજીક જ છે અને બીજી તરફ તથ્ય પટેલે જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં કરી છે. ત્યારે આરોપી તથ્ય પટેલની દિવાળી જેલમાં જ મનાવવી પડે કે તે પરિજનો સાથે ઘરમાં મનાવી શકશે તે બાબતે કોર્ટનુ આજનું વલણ મહત્વનું બની શકે છે.
થોડા દિવસ અગાઉ આજ કેસના આરોપી અને તથ્યના પિતાએ પણ હાઇકોર્ટમાં પોતાની જામીન અરજી કરી હતી અને ગુજરાત હાઇકોર્ટે તેમને શરતી જામીન પણ મંજૂર કર્યા હતા, ત્યારે હવે આજે ગુજરાત હાઇકોર્ટમાં તથ્ય પટેલની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે.
તથ્યએ કરી છે હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી
કેસના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી આગળ ચલાવવામાં આવે છે. જેમાં અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આ કેસ આગળ ચાલી રહ્યો છે. તે દરમિયાન આરોપી તથ્ય પટેલે જુદી જુદી કોર્ટમાં પોતાની જામીન અરજી મૂકી છે. જેમાં અગાઉ ગ્રામ્ય સેશન્સ કોર્ટે તથ્યની અરજી ફગાવી દીધી હતી, ત્યારે હવે આરોપી તથ્ય પટેલે જેલમાંથી બહાર આવવા માટે ગુજરાત રાજ્યની વડી અદાલત એટલે કે હાઇકોર્ટમાં નિયમિત જામીન અરજી કરી છે.
આ રીતે સર્જાયો હતો અકસ્માત
20 જુલાઈની મધરાતે અમદાવાદના એસજી હાઇવે પર ટ્રાફિક રોજની જેમ ચાલી રહ્યો હતો. ઇસ્કોન બ્રિજ ઉપર એક નાનો અકસ્માત થયો હતો. જેમાં એક ટોળું આસપાસ ઉભું હતું અને એવામાં જ અચાનક 140 થી વધુ ઝડપે દોડતી લક્ઝુરિયસ કાર આવે છે અને અનેક લોકોને ટક્કર મારે છે . જેમાં નવથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માત બાદ એક નવયુવાન અને તેની સાથે કારમાં સવાર પાંચ લોકો બહાર આવ્યા હતા.
અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો દ્વારા કારચાલકને પકડવામાં આવ્યો હતો. તેની ઓળખ બાદમાં તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલ તરીકે થઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેની ગંભીરતા દાખવીને ખુદ ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા તથા આરોગ્ય મંત્રી પણ એક્શનમાં આવી ગયા હતા અને સંબંધિત કેસમાં કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ હતુ.