News Updates
AHMEDABAD

અમદાવાદમાં PSI અને તેમના રાયટર 1000 ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

Spread the love

અમદાવાદ શહેરમાં આવેલ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ડાયમંડ પોલીસ ચોકી પર ના પીએસઆઈ અને તેમના રાયટરે લાંચ માંગી હતી. એસીબીએ છટકુ ગોઠવતા 1000 રુપિયાની લાંચ સ્વિકારતા બંનેને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. બાઈક પોલીસે પકડ્યુ હોવાને લઈ તેને છોડાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કાર્યવાહી માટે કોર્ટમાં પોલીસે રજૂ કરવાનો થતો અભિપ્રાય માટે રજૂઆત કરી હતી. જેને લઈ પોલીસે લાંચ માંગી હતી.

ભ્રષ્ટાચારી અધિકારીઓએ લોકોને પરેશાન કરી મુક્યા છે.અમદાવાદમાં અનેકવાર અધિકારીઓ અને કર્મચારીઓ એસીબીના છટકામાં ઝડપાઈ જવા છતાંય હજુ કેટલાયને લાંચનો મોહ છૂટતો નથી. આવી જ રીતે એક મહિલા પીએસઆઈ અને તેમના રાયટર એસીબીના છટકામાં ઝડપાયા છે. એક બાઈક છોડવવા આવેલા ફરિયાદીની પાસેથી લાંચની રકમ માંગી હતી.

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ પોલીસ ચોકીના પીએસઆઈ દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. જે રકમ આપવા માટે ફરિયાદી ઈચ્છતો નહોતો, જેને લઈ તેણે અમદાવાદ શહેરની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તેની વિગતો મેળવીને છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પીએસઆઈ અને તેમના રાયટર છટકામાં ઝડપાઈ આવતા એસીબીએ ભ્રષ્ટાચાર સંદર્ભનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

1000 રુપિયા લેતા ઝડપાયા

ફરિયાદી યુવકને પોતાની બાઈક પકડાઈ ગઈ હતી. જે બાઈકને લઈ કોર્ટમાંથી બાઈક છોડવા માટે કાર્યવાહી કરી હતી. આ માટે કાર્યવાહીમાં પોલીસના અભિપ્રાયની જરુર હોવાને લઈ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસને કોર્ટમાં રજૂ કરવાનો થતો અભિપ્રાય વિના કારણે વિલંબ નહીં કરવા માટે રજૂઆત કરવા જતા અભિપ્રાયના બદલામાં લાંચની માંગણી કરવામાં આવી હતી.

મહિલા પીએસઆઈ જેએસ રાવલ અને પોલીસ ચોકીમાં તેમના રાયટર રીંકુભાઈ પટણીએ 2000 રુપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈ 1000 રુપિયાની લાંચની રકમ ફરિયાદીએ તેમને આપી દીધી હતી. જ્યારે બાકીના 1000 ની રકમ ચૂકવી આપવા માટે કહ્યુ હતુ. જે રકમ પોલીસ ચોકીએ આવીને આપી જવા માટે કહ્યુ હતુ. આ માટે રકમને લઈને ફરિયાદી યુવક ડાયમંડ પોલીસ ચોકી પહોંચ્યો હતો.

આ માટે અગાઉથી જ ફરિયાદ કર્યા મુજબ એસીબીએ પણ સ્થળ પર છટકુ ગોઠવી રાખ્યુ હતુ. જ્યાં રીંકુ પટ્ટણીએ યુવક સાથે બાઈક માટેના અભિપ્રાયને લઈ લાંચની રકમની હેતુલક્ષી વાતચીત કરીને બાકીની 1000 રુપિયાની રકમ સ્વિકારી હતી. જેને લઈ એસીબીએ રીંકુ પટ્ટણી અને પીએસઆઈ રાવલ બંને ઝડપાઈ જવા પામ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. એસીબીએ તેમના ઘરે પણ સર્ચ કરીને તેમની મિલ્કતની પણ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.


Spread the love

Related posts

AC હેલ્મેટ: હવે અમદાવાદના ટ્રાફિક પોલીસકર્મીઓએ ઉનાળાની આકરી ગરમીમાં નહીં શેકાવું પડે

Team News Updates

દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા:અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Team News Updates

ટામેટાં ખાવા જેવાં થયાં ત્યાં દાળે દગો કર્યો:15 દિવસમાં તુવેર, અડદ, ચણાની દાળના ભાવ લાલચોળ, ગૃહિણીએ કહ્યું- સરકારે ભાવ ઘટાડવા ગંભીર બની વિચારવું જોઇએ

Team News Updates