News Updates
NATIONAL

પંજાબમાં AAPના ધારાસભ્યને ત્યાં EDના દરોડા:મોહાલી, અમૃતસર-જલંધરમાં ઘરે-ઓફિસે સર્ચ; ડ્રગ્સ કેસમાં મની લોન્ડરિંગ અને દારૂ કૌભાંડ મામલે રેડ

Spread the love

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે વહેલી સવારે પંજાબના મોહાલીમાં આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય કુલવંત સિંહના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મોહાલી ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાં 12 સ્થળોએ EDની ટીમો એક સાથે રેડ પાડી છે. આ દરોડાના તાર અક્ષય છાબરા સાથે જોડાયેલા છે, જે નવેમ્બર 2022માં 20 કિલો હેરોઈન સાથે ઝડપાયો હતો.

આ દરોડો કયા કિસ્સામાં પાડવામાં આવ્યો છે તેની સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે, એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રેડ ડ્રગ્સ સંબંધિત મની લોન્ડરિંગ મામલે દરોડા પડ્યા છે. EDની આ કાર્યવાહી પંજાબ પોલીસ દ્વારા મની લોન્ડરિંગને લઈને નોંધાયેલા નશાકારક દ્રવ્ય અને ડ્રગ્સ સંબંધિત કેસ બાદ કરવામાં આવી છે.

ખરેખર, નવેમ્બર 2022માં અક્ષય છાબરા 20 કિલો હેરોઈન સાથે ઝડપાયો હતો. EDને કેટલાક પુરાવા મળ્યા છે જે તેમને શંકા કરે છે કે ડ્રગની દાણચોરીમાં વપરાતા હવાલાના નાણાંને પંજાબમાં દારૂના અડ્ડાઓમાં વાપરવામાં આવ્યો હતો.

જ્યારે પૂર્વ અકાલી મંત્રી બિક્રમ મજીઠિયાએ દાવો કર્યો હતો કે આ દરોડા દિલ્હીની દારૂ પોલિસીના સંદર્ભમાં પાડવામાં આવી રહ્યા છે. જેની કડી પંજાબ સાથે જોડાયેલી છે. ખાસ વાત એ છે કે અમૃતસરમાં દરોડા પાડવામાં આવેલા કુલવંતના ભાગીદારો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે. કુલવંત સિંહ પંજાબના સૌથી ધનિક ધારાસભ્ય છે, જેમણે પોતાના ચૂંટણી એફિડેવિટમાં 250 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

ED અમૃતસરમાં ભાગીદારી પેઢીને ત્યાં પહોંચી
મોહાલીમાં જ્યાં ધારાસભ્ય કુલવંત સિંહના ઘર અને ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમો અમૃતસરના રણજીત એવન્યુમાં ધારાસભ્યની ભાગીદારી પેઢીને ત્યાં પણ પહોંચી ગઈ છે. મોહાલી, અમૃતસર, જલંધર, લુધિયાણા તેમજ રાજસ્થાનના શ્રી ગંગાનગર સહિત સમગ્ર પંજાબમાં સર્ચ ચાલુ હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન મોહાલીના મોટા સીએ પણ EDના રડાર પર છે. કુલવંત સિંહ પંજાબના મોટા રિયલ એસ્ટેટ બિઝનેસમેનમાંથી એક છે.

પૂર્વ અકાલી મંત્રીએ કહ્યું- પંજાબમાં પણ 550 કરોડનું કૌભાંડ
પૂર્વ અકાલી મંત્રી વિક્રમ મજીઠિયાએ ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હી અને પંજાબમાં દારૂના કૌભાંડના સંદર્ભમાં કુલવંત સિંહ પર દરોડા પાડવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા બાદ EDએ દારૂ કૌભાંડની પંજાબ લિંકની શોધખોળ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે પંજાબ એક્સાઇઝ પોલિસીમાં 550 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી જરૂરી છે. જેમાં મુખ્ય આરોપીઓ પંજાબના સીએમ ભગવંત માન અને એક્સાઇઝ મિનિસ્ટર હરપાલ ચીમા મુખ્ય છે. આ કૌભાંડનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે.

રાજ્યપાલે પણ સવાલો ઉઠાવ્યા હતા
તાજેતરમાં પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે ધારાસભ્ય કુલવંત સિંહના જેએલપીએલના બે પ્રોજેક્ટ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેણે આ અંગે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને જવાબ માંગ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના જ ધારાસભ્ય નિયમોનું ઉલ્લંઘન કરીને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યા છે.

જાણો કોણ છે ધારાસભ્ય કુલવંત સિંહ
કુલવંત સિંહ મોહાલીના AAPના ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે બિઝનેસમેન છે. તેમનો જન્મ પંજાબના રૂપનગરના સમાના કલામાં રામદાસિયા શીખ પરિવારમાં થયો હતો. તે પોતાનું ગામ છોડીને જીરકપુર ગયા હતા અને ત્યાં ત્રણ વર્ષ સુધી ટ્રક અને ભારે વાહનોનું વજનનો બિઝનેસ કરતા હતા. કુલવંત સિંહ હાલમાં જનતા લેન્ડ પ્રમોટર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેમનું ટર્નઓવર 1500 કરોડ રૂપિયા છે. આ સિવાય પંજાબ અને હિમાચલ પ્રદેશમાં તેની ઘણી પ્રોપર્ટી છે.


Spread the love

Related posts

ગુજરાતમાં AAP બે સીટ અને કોંગ્રેસ 24 સીટ પર ચૂંટણી લડશે, દિલ્હીમાં 4-3નો ફોર્મ્યૂલા લાગુ

Team News Updates

હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડ:અમદાવાદની ભાગોળથી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં 2 લાખમાં સોદો કર્યો, સોંપે એ પહેલાં પોલીસે એક પરિવારની ધરપકડ કરી

Team News Updates

રાજ્યના 8 મહાનગરમાં તંત્ર દ્વારા તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

Team News Updates