News Updates
NATIONAL

આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Spread the love

શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.

આવતીકાલથી ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાશે. સાંજે 4 વાગ્યાથી કેવડિયામાં 10મી શિબિરનો પ્રારંભ થવાનો છે. મુખ્ય સચિવના પ્રાસંગિક ઉદબોધનથી શરૂઆત થશે. ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનો (Chintan Shibir) શુભારંભ કરાવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity ) કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો જોડાશે.

શિબિરનો સંપૂર્ણ કાર્યક્રમ

 • નાણાં મંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન સંબોધન
 • સાંજે 5 વાગે ડો. હસમુખ અઢિયા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય
 • સાંજે 6 :30 વાગે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સથી આવેલા પરિવર્તન અને પડકાર પર થશે ચર્ચા
 • રાત્રે 8 કલાકે રાત્રી ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે
 • 20 મેં એ સવારે 6 વાગે યોગ થી સ્ત્ર ની શરૂઆત થશે
 • 10 વાગે વિકાસ ના મુદ્દા પર ડો. અમરજીત સિન્હા કરશે સંબોધન
 • સવારે 11 થી 5 વાગ્યા સુધી મુખ્ય 5 મુદ્દાઓ પર થશે ચર્ચા
 1. આરોગ્ય પોષણ
 2.  શહેરીકરણ અને માળખાગત વિકાસ,
 3. સરકારી કર્મચારીઓ માટે તાલિમ અને ક્ષમતા નિર્માણૉ
 4. ગ્રામ્ય વિસ્તારો માં અને ક્ષમતા નિર્માણ
 5.  શિક્ષણ માં ગુણાત્મક સુધારો પર થશે ચર્ચા
 • સાંજે 6 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત અને ગ્રૂપ ફોટો થશે
 • સાંજે 7:30 વાગે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે
 • રાત્રે 8:15 કલાકે નર્મદા આરતીમાં ભાગ લેશે સરકાર અને સચિવો
 • 21 મેં એ સવારે 6 વાગે યોગથી થશે સત્ર ની શરૂઆત
 • 10 થી 12:30 સુધી 5 મુદ્દાઓની ચર્ચા બાદની ભલામણ પર થશે પ્રેઝટેશન
 • બપોરે 12:30 થી 1 કેન્દ્ર અને રાજ્ય સરકારના જિલ્લા સુશાસન સુચકાંકનું લોકપર્ણ
 • બપોરે 1 વાગે મુખ્યમંત્રી કરશે સમાપન સંબોધન
 • 2 વાગે શિબિર સમાપન

ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થશે

આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 20 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે.

સ્વાગત કાર્યક્રમ કોઈ એક વ્યક્તિની અંગત સમસ્યાનું ત્વરિત સમાધાન આપે છે

17 મે ના રોજ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે નવી દિલ્હી ખાતે ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. જેમ સ્વાગત કાર્યક્રમ કોઈ એક વ્યક્તિની અંગત સમસ્યાનું ત્વરિત સમાધાન આપે છે, એ જ રીતે, ચિંતન શિબિર આખા જન-સમુદાય માટે કોઈ વિષય પર વધુ સારું સમાધાન પૂરું પાડવાની તક આપે છે. આમ, કોઈ પહેલ પોતાના 20 માં વર્ષે પણ ચાલુ હોય અને અન્ય સરકારો દ્વારા પણ અપનાવાઈ હોય, એ વાત જ, એ પહેલ કેટલી સફળ છે અને લોક-ઉપયોગી બની રહી છે તેની ચાડી ખાય છે.

રોજબરોજના રાબેતા મુજબના કામમાં વ્યસ્ત રહીને ખાસ મુદ્દાઓ પર લાંબા ગાળાની યોજના બનાવવાનો ક્યારેક સમય રહેતો નથી. વળી, કોઈ એક કાર્ય- યોજના જે-તે વિભાગના અધિકારીઓ જ બનાવતા હોય છે, તેમાં અન્ય અધિકારીઓ કે તજજ્ઞોનો અભિપ્રાય લેવો પણ અઘરું બની રહેતું હોય છે, ત્યારે આવી ચિંતન શિબિર આ ખોટને પુરવાનું કામ કરે છે.

ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના નિત્યક્રમથી દૂર સ્વસ્થ ચિતે, ભેગા મળીને કોઈ એક વિષય પર સઘન મનોમંથન કરી શકે છે. આમ, ચિંતન શિબિર કેટલીય ઇનોવેટિવ પહેલની જનક બની શકે છે કે  જે લોકોને જીવન જીવવાની સરળતામાં (Ease of Living)માં અનેક ગણો વધારો કરી આપે.


Spread the love

Related posts

ST સ્ટેન્ડ પર મારામારીના CCTV:ગીતા મંદિર બસ સ્ટેશન પર બે યુવકોનું મુસાફરો અને સ્ટાફ સાથે અભદ્ર વર્તન, બ્લેડ અને ખુરશીથી હુમલો કર્યો

Team News Updates

જાન્યુઆરીમાં થશે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણ આજ સુધી કેટલુ કામ થયું પૂર્ણ

Team News Updates

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ:ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન; યુપી-બિહારમાં વરસાદથી ઠંડી વધી, પંજાબ-હરિયાણામાં ચોખ્ખું હવામાન

Team News Updates