ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ માટે વિઝા વિના થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકે છે. થાઈલેન્ડ પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમોમાં છૂટ આપવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝા માફી અને પ્રવાસીઓ માટે રોકાણનો સમયગાળો લંબાવવાનો સમાવેશ થાય છે. રોયટર્સ મુજબ આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવશે.
ભારતમાંથી થાઈલેન્ડ જવાનું વિચારી રહેલા લોકો માટે સારા સમાચાર છે. તેમને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં પડે. થાઈલેન્ડના સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને તાઈવાનથી આવનારા લોકો માટે વિઝાની જરૂરિયાતો માફ કરવામાં આવશે. રોયટર્સ મુજબ આ છૂટ આવતા મહિનાથી મે 2024 સુધી આપવામાં આવશે.
થાઈલેન્ડ સરકારના પ્રવક્તા ચાઈ વાચારોન્કેએ કહ્યું હતું કે, “ભારત અને તાઈવાનથી આવતા લોકો 30 દિવસ સુધી વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ કરી શકે છે.” થાઈલેન્ડ પ્રવાસીઓ માટે તેના વિઝા નિયમો છૂટ આપવાની શક્યતા શોધી રહ્યું છે, જેમાં વિઝા માફી અને પ્રવાસીઓ માટે રોકાણનો સમયગાળો લંબાવવાનો સમાવેશ થાય છે.
હાલમાં ભારતના પ્રવાસીઓએ 2 દિવસના થાઈલેન્ડ વિઝા માટે 2000 ભાટ (લગભગ 57 ડોલર) ચૂકવવા પડે છે. થાઈલેન્ડની નવી સરકાર આવતા વર્ષે વિદેશી પ્રવાસીઓની આવક વધારીને 3.3 ટ્રિલિયન ભાટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. જેમાં પ્રવાસ ઉદ્યોગ શ્રેષ્ઠ ટૂંકા ગાળાના આર્થિક પ્રોત્સાહન પ્રદાન કરે છે. બેંક ઓફ થાઈલેન્ડના ડેટા મુજબ પ્રવાસન જીડીપીમાં લગભગ 12% અને નોકરીઓમાં લગભગ પાંચમા ભાગનું યોગદાન આપે છે.
ફૂકેટ ટૂરિઝમ એસોસિએશનના પ્રમુખ થાનેથ તાંતીપિરિયાકિજે ઓગસ્ટમાં બ્લૂમબર્ગને જણાવ્યું હતું કે ચીન અને ભારતના મુલાકાતીઓને વિઝા મુક્તિ આપવાની સરખામણીમાં અરજી ફી નાબૂદ કરવી આદર્શ રહેશે.
શ્રીલંકાએ પણ છૂટ આપી હતી
થાઈલેન્ડ પહેલા શ્રીલંકાએ પણ ભારતીય પ્રવાસીઓને સારા સમાચાર આપ્યા હતા. શ્રીલંકાએ 31 માર્ચ 2024 સુધી ભારતીય પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી હતી. શ્રીલંકાએ ભારત, ચીન અને રશિયા સહિત 7 દેશના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. કોરોના સમયગાળા પછી, ઘણા દેશો ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે પોતપોતાની રીતે સુવિધાઓ આપી રહ્યા છે.
ભારતીયો મોટી સંખ્યામાં જાય છે થાઈલેન્ડ
થાઈલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પછી સૌથી વધુ પ્રવાસીઓ ભારતમાંથી આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતમાંથી 12 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ ગયા છે. ભારત સરકારના આંકડાઓ મુજબ, વિદેશ પ્રવાસ કરનારા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2011માં 1.4 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો જે વર્ષ 2019માં વધીને 2.7 કરોડ થયો હતો. આ પછી કોરોનાનો સમયગાળો આવ્યો. તેમ છતાં વર્ષ 2022માં 2.1 કરોડ ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો.
થાઈલેન્ડમાં જોવાલાયક સ્થળો
ભારતીયો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ થાઈલેન્ડ છે. ખાસ કરીને યુવાનોની આ પ્રિય જગ્યાઓમાંથી એક થાઈલેન્ડ છે. અહીં ફરવા માટે ઘણા પ્રખ્યાત શહેરો છે. તમે બેંગકોક, ફૂકેટ, પટ્ટાયા, ચિયાંગ મે, ફિફી આઈલેન્ડ, ક્રાબી, અયુત્થયા, કોહ તાઓ અને હુઆ હીન જેવા શહેરોની મુલાકાત લઈ શકો છો. આ એક આઈલેન્ડ દેશ છે, તેથી દેખીતી રીતે તમને સમુદ્ર અને બીચ ખૂબ જ પસંદ હશે.