News Updates
ENTERTAINMENT

મુંબઈના આ ત્રણ જ વિસ્તારમાં કેમ રહે છે બોલિવુડ સ્ટાર, કારણ છે ખુબ જ રસપ્રદ

Spread the love

સામાન્ય રીતે આપણે કોઈને પુછીએ કે બોલિવુડ સ્ટાર ક્યાં રહે છે તો તરત આપણે જવાબ મળે છે મુંબઈમાં. પરંતુ આ મુંબઈમાં 3 મોટા વિસ્તારો છે જ્યાં 70 ટકાથી વધુ બોલિવુડ પરિવાર રહે છે તો ચાલો એક નજર કરીએ કે, શાહરુખ ખાનથી લઈ આમિર ખાન, અમિતાભ બચ્ચન સુધી તમારા ફેવરિટ સ્ટાર મુંબઈમાં ક્યાં રહે છે. આ ત્રણ વિસ્તારમાં રહેવાનું કારણ પણ ખુબ જ ખાસ છે.

મુંબઈ એટલે કે બોલિવુડ નગરી, દેશની સૌથી પહેલી ફિલ્મ રાજા હરિશચંદ્ર હોય કે પછી પહેલી બોલતી ફિલ્મ આલમ આરા આ બંન્ને ફિલ્મો 1990 પહેલાના બોમ્બેમાં બનાવવામાં આવી છે. આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બોલિવુડ કહેવામાં આવે છે અને આ બોલિવુડના તમામ એક્ટર, પ્રોડ્યુસર મુંબઈ શહેરમાં જ રહે છે. અંદાજે 3 કરોડ લોકો મુંબઈમાં રહે છે તો ચાલો જાણીએ કે, મુંબઈમાં ક્યાં રહે છે બોલિવુડ સ્ટાર

જુહુ

જો મુંબઈ દેશનું હોલિવુડ છે. તો જુહુ વિસ્તાર આ હોલિવુડનું ‘બેવર્લી હિલ્સ, જુહુ બીચ મુંબઈનો સૌથી લાંબો દરિયાકિનારાનો વિસ્તાર છે. આજ વિસ્તારમાં રહે છે મુંબઈના મોટાભાગનો સ્ટાર પરિવાર, અમિતાભ બચ્ચનના બંન્ને બંગ્લા જલસા અને પ્રતિક્ષા જુહુમાં છે. અક્ષય કુમાર અને ઋતિક રોશન પણ જુહુમાં રહે છે. રણબીર કપુરની સાથે લગ્ન પહેલા આલિયા ભટ્ટ પણ પિતા મહેશ ભટ્ટ અને પરિવારની સાથે જુહુમાં રહેતી હતી.

ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલનું સની વિલા હોય કે પછી અનિલ કપુરનું ઘર હોય કાજોલનું શિવશક્તિ ઘર પણ જુહુમાં આવેલું છે. રાજકુંદ્રાની પત્ની શિલ્પા સાથે જુહુના બંગલામાં રહે છે. આ બંગલાનું નામ કિનારા રાખ્યું છે.ગોવિંદા, રવિના ટંડનની સાથે, અનુપમ ખેર, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન, સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહેલ અને જેકલીન ફર્નાન્ડીઝ જેવા સ્ટાર્સ પણ જુહુમાં રહે છે.

બાંદ્રા

બાંદ્રા મુંબઈનો સૌથી મોટો વિસ્તાર છે પરંતુ બાંદ્રા પશ્ચિમી વિસ્તારમાં અનેક સ્ટારે પોતાનું ઘર બનાવ્યું છે. પાલી હિલ, કાર્ટર રોડ આ બાંદ્રાનો એ વિસ્તાર છે જ્યાં બોલિવુડ સ્ટાર રહે છે. બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનનું મન્નત પણ આજે ટુરિસ્ટ સ્પોર્ટ બની ગયું છે. સલમાન ખાનનું ગેલેક્સી બિલ્ડિંગ છે. તેમની નજીક આમિર ખાનનું ઘર આવેલું છે. આ ત્રણ ખાન સિવાય કરણ જોહર, જોન અબ્રાહમ, રણવીર, રણબીર,સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપુર-સૈફ મલાઈકા અરોરા , અન્નયા પાંડે જેવા તમામ મોટા સ્ટાર બાંદ્રામાં રહે છે.

વર્લી

પહેલા પણ ઘણા સ્ટાર્સ વર્લી એટલે કે સોબો (સાઉથ બોમ્બે)માં રહેતા હતા. પરંતુ હવે મોટાભાગની સેલિબ્રિટીઓ જુહુ અને બાંદ્રામાં શિફ્ટ થઈ ગઈ છે. દીપિકા પાદુકોણનું ભવ્ય એપાર્ટમેન્ટ વર્લીમાં છે, જ્યાં તે તેના પતિ રણવીર સિંહ સાથે રહે છે. અનુષ્કા શર્મા-વિરાટ કોહલીનું 34 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ પણ વર્લીમાં છે. શાહિદ કપૂરે વર્લીમાં પોતાનું આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે, જ્યાં તે તેના પરિવાર સાથે રહે છે.

મુંબઈના જુહુ, બાંદ્રા અને વર્લી જેવા હાઈફાઈ વિસ્તારમાં રહેનાર તમામ બોલિવુડ સ્ટારના આ આલિશાન ઘરની એક વાત સમાન છે અને તે છે સમુદ્ર કિનારો. તમે વિચારતા હશો કે, મુંબઈ આવડું મોટું છે તો પછી બોલિવુડ સ્ટાર આ 3 વિસ્તારમાં જ રહેવાનું કેમ પસંદ કરે છો તો જાણી લો કે, આ ત્રણેય વિસ્તારની નજીક એરપોર્ટ આવેલું છે અને બોલિવુડ સ્ટારને ફિલ્મોના કામકાજને લઈ અન્ય સીટીમાં અવારનવાર જવાનું રહે છે, તેમજ મોટાભાગના ફિલ્મ સ્ટુડિયો પણ આસપાસના વિસ્તારમાં છે એટલા માટે સ્ટાર અહીં રહેવાનું પસંદ કરે છે.


Spread the love

Related posts

ગુજરાત ટાઈટન્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી IPL 2024માંથી બહાર

Team News Updates

ઈજાના કારણે ડેવોન કોનવે  IPL 2024માંથી બહાર:લખનઉ સામેની ટીમની આગામી મેચ ,ઇંગ્લેન્ડનો રિચાર્ડ ગ્લીસન CSKમાં સ્થાને જોડાયો

Team News Updates

વર્લ્ડકપની અડધી મેચ પુરી પરંતુ હજુ કઈ ટીમ પાસે છે સેમિફાઇનલમાં પહોંચવાની તક, જાણો સમીકરણ

Team News Updates