News Updates
ENTERTAINMENT

R.K ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો,રણબીર કપૂરની ફૂટબોલ ટીમે ફાઇનલમાં પહોંચી;આલિયા ભટ્ટ પણ પતિ સાથે જોવા મળી

Spread the love

રણબીર કપૂર ઈન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટીમ મુંબઈ સિટી એફસીનો કો-ઓનર છે. ગઈકાલે એટલે કે સોમવારે તેની ટીમ FC ગોવાને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. મેચ દરમિયાન રણબીર અને આલિયા પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા હતા. મેચ બાદ રણબીર તેની પત્ની આલિયા સાથે તમામ ખેલાડીઓને મળતો જોવા મળ્યો હતો. આ કપલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન રણબીર સફેદ ટી-શર્ટ-ગ્રે જોગર્સ અને સફેદ સ્પોર્ટ્સ શૂઝ પહેરેલો જોવા મળ્યો હતો.

રણબીર અને આલિયા પોતાની ટીમની જીતથી ખૂબ જ ખુશ દેખાતા હતા. જીત બાદ રણબીર પોતાની ટીમની ટી-શર્ટ હાથમાં લઈને મેદાનમાં ફરતો જોવા મળ્યો હતો. અંતમાં એક્ટરે તમામ ખેલાડીઓને ગળે લગાવ્યા અને જીત માટે તમામને અભિનંદન પાઠવ્યા.

રણબીરના પ્રોજેક્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી સાથે રણબીરની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે તે નિર્દેશક નિતેશ તિવારીની ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો વાઇરલ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રણબીર સાથે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે.

KGF સ્ટાર યશ તેમાં રાવણનું પાત્ર ભજવતો જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં બોબી દેઓલ અને વિજય સેતુપતિ જેવા કલાકારો પણ જોવા મળી શકે છે.

સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’માં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે. આલિયાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ‘જીગરા’ છે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નો ભાગ છે. આલિયા ‘બ્રહ્માસ્ત્ર 2’માં પણ જોવા મળશે.


Spread the love

Related posts

ભારતની ચેમ્પિયન્સ-ટ્રોફી જીતનાં 10 વર્ષ પૂરાં:ધોની 3 અલગ અલગ ICC ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો; ત્યારથી ટીમ ઈન્ડિયાના હાથ ખાલી

Team News Updates

 Bigg Boss OTT3 :બિગ બોસે અરમાનને આપી મોટી સજા,વિશાલ પાંડેને થપ્પડ માર્યા પછી

Team News Updates

રાઘવ-પરિણીતી પહોંચ્યા ઉદયપુર, આજથી મહેમાનો આવશે:દિલ્હી અને કોલકાતાથી લાવવામાં આવેલાં સફેદ ફૂલોથી હોટેલને શણગારવામાં આવશે

Team News Updates