News Updates
ENTERTAINMENT

રાંચીમાં ભારતની જીતનો હીરો બન્યો ધ્રુવ જુરેલ, ચાહકો કહી રહ્યા છે Next ધોની

Spread the love

ધ્રુવ જુરેલ રાંચીમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તેમણે રાંચીમાં નાની નાની ઈનિગ્સ રમીને પણ ભારતીય ટીમને મોટો ફાળો આપ્યો છે. આ સીરિઝ જીતવાનો શ્રેય પણ ધ્રુવ જુરેલને જાય છે.

ભારતે ઈંગ્લેન્ડને રાંચી ટેસ્ટમાં 5 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝ પર કબ્જો કર્યો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને 5 વિકેટ પડી ચૂકી હતી. ત્યારે શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીએ શાનદાર પાર્ટનરશીપ કરી ભારતને જીત અપાવી છે.

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટ મેચમાં 5 વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે ચોથા દિવસે ટી બ્રેક પહેલા પૂર્ણ કરી લીધો છે. શુભમન ગિલ અને ધ્રુવ જુરેલ 39 રન બનાવી અણનમ રહ્યા હતા.

ભારતીય ટીમે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં શરુ થશે.ધ્રુવ જુરેલની ઈનિંગ્સના કારણે જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડને પડકાર ફેંકવાની સ્થિતિમાં આવી હતી.

ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને વખત તેણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર લાવ્યો હતો. પહેલી ઈનિગ્સમાં ધ્રુવે 149 બોલમાં 6 ચોગ્ગા અને 4 સિક્સ ફટકારી 90 રન બનાવ્યા હતા.

યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ રાંચી ટેસ્ટમાં ભારતની જીતનો હિરો રહ્યો હતો. તેમણે બંન્ને ઈનિગ્સમાં ભારત માટે સંકટમોચક રહ્યો હતો.


Spread the love

Related posts

‘પોચર’ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની આલિયા ભટ્ટ:દિલ્હી ક્રાઈમ ફેમ રિચી મહેતા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે

Team News Updates

R.K ખેલાડીઓને ગળે લગાવતો જોવા મળ્યો,રણબીર કપૂરની ફૂટબોલ ટીમે ફાઇનલમાં પહોંચી;આલિયા ભટ્ટ પણ પતિ સાથે જોવા મળી

Team News Updates

ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમાપ્ત, જો રુટની અણનમ સદી, જાડેજાએ 4 વિકેટ ઝડપી

Team News Updates