News Updates
ENTERTAINMENT

રિઝર્વ ડે પર પણ વરસાદ વિલનના રોલમાં:એમ્પાયરે મેદાનનું નિરિક્ષણ કરવાનું શરૂ કર્યું, હાલ વરસાદ ઓછો થતા ટૂંક સમયમાં મેચ શરૂ થઈ શકે

Spread the love

એશિયા કપના સુપર-4 તબક્કામાં રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ વરસાદ અને મેદાન ભીનું હોવાને કારણે પૂર્ણ થઈ શકી ન હતી. હવે મેચ આજે (રિઝર્વ ડે) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3:00 વાગ્યાથી રમાશે. જોકે હાલ વરસાદના કારણે અત્યારે તો કવર્સ લાગ્યા છે. આજે પણ મેચમાં વરસાદ વિલન બની શકે છે.

મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી જ ફરી શરૂ થશે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવી લીધા હતા અને આ સ્કોર સાથે આગળ રમશે.

ગ્રાઉન્ડ સ્ટાફ 5 કલાક સુધી મેદાનને સૂકવતો રહ્યો
ભારતીય ઇનિંગ્સ દરમિયાન સાંજે 4:52 કલાકે ભારે વરસાદ શરૂ થયો હતો. લગભગ દોઢ કલાક વરસાદના કારણે મેદાનનો કેટલોક ભાગ ભીનો થઈ ગયો હતો. ગ્રાઉન્ડ સ્ટાફ લગભગ 4 કલાક સુધી તે ભાગને સૂકવવાનો પ્રયાસ કરતો રહ્યો. સ્ટાફ દ્વારા પંખા વડે ભીના મેદાનને સૂકવવાનો પ્રયાસ કરાયો હતો.

આ સમયગાળા દરમિયાન અમ્પાયરોએ ઘણી વખત મેદાનનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેઓ ચોથી વખત રાત્રે 8:30 વાગ્યે નિરીક્ષણ કરી રહ્યા હતા જ્યારે વરસાદ પાછો ફર્યો અને મેચ રિઝર્વ ડે પર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.

રોહિત અને ગિલ ફિફ્ટી ફટકારીને આઉટ થયા હતા
મેચ રોકાય તે પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે.

શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. શાહીન શાહ આફ્રિદીએ તેને સલમાન અલી આગાના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા (56 રન)ને શાદાબ ખાને ફહીમ અશરફના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

58 રન બનાવીને ગિલ આઉટ થયો, તેણે 8મી ફિફ્ટી બનાવી
શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. તેણે તેની વનડે કારકિર્દીની આઠમી ફિફ્ટી પૂરી કરી હતી. ગિલે 52 બોલમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

રોહિતે મિડવિકેટ પર છગ્ગો ફટકારીને તેની 50મી ફિફ્ટી પૂરી કરી હતી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની વનડે કારકિર્દીની 50મી ફિફ્ટી ફટકારી હતી. તેણે મિડવિકેટ પર સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. તે 49 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.

ઓપનરોએ સતત બીજી સદીની ભાગીદારી કરી હતી
રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને ઝડપી શરૂઆત કરાવી હતી. બંનેએ પહેલા પાવરપ્લેમાં જ પચાસની ભાગીદારી કરી હતી. પાવરપ્લે બાદ રોહિત શર્માએ શાદાબ ખાન સામે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. રોહિતે કારકિર્દીની 50મી ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ 56 રન બનાવીને શાદાબ ખાનનો શિકાર બન્યો હતો.

રોહિતની વિકેટ પડતાં જ તેની શુભમન સાથેની 121 રનની ભાગીદારી તૂટી ગઈ હતી. બંનેએ છેલ્લી મેચમાં નેપાળ સામે 147 રનની સદીની ભાગીદારી કરી હતી. રોહિત-ગિલની આ 5મી સદીની ભાગીદારી છે.

રોહિત બાદ શુભમન ગિલ પણ 18મી ઓવરમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તે શાહીન આફ્રિદીના હાથે કેચ આઉટ થયો હતો.

ગિલે પાવરપ્લેમાં વિસ્ફોટક શરૂઆત કરાવી હતી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. રોહિતે પણ પહેલી જ ઓવરમાં શાહીન આફ્રિદી સામે સિક્સર ફટકારી હતી. ગિલે શાહીનની 2 ઓવરમાં 3-3 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમે 10 ઓવર બાદ વિના નુકશાન 61 રન બનાવ્યા હતા.

પહેલી: 17મી ઓવરના ચોથા બોલે શાદાબ ખાને બોલ નાખ્યો, જેને રોહિત કવર પરથી શોટ રમવા ગયો, પણ બોલ લોંગ-ઑફ સાઇડ ગયો અને ફહીમ અશરફે કેચ કર્યો હતો.

બીજી: 19મી ઓવરના પાંચમા બોલે શાહીન આફ્રિદીએ સ્લોઅર બોલ નાખ્યો, જેને ગિલે ડ્રાઇવ મારવા જતા સરખો પિક ન કરતા કવર પર ઊભેલા આગા સલમાને કેચ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં 2 ફેરફારો કર્યા

ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે આ મેચ રમી રહ્યો નથી. તેની જગ્યાએ કેએલ રાહુલને તક આપવામાં આવી છે. મોહમ્મદ શમીની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડવામાં આવ્યો છે. રોહિતે ટોસ બાદ કહ્યું- ‘અમે ટોસ જીત્યા બાદ બેટિંગ કરવા માગતા હતા. અમારા માટે તમામ મેચ મહત્વપૂર્ણ છે.’

બન્ને ટીમની પ્લેઇંગ-11ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમન, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.


Spread the love

Related posts

9 વિકેટ લઈને તબાહી મચાવી સચિન તેંડુલકરના પુત્ર અર્જુને

Team News Updates

બોયફ્રેન્ડ સાથે જોવા મળી સ્મૃતિ મંધાના, જાણો કોણ છે પલાશ મુછલ

Team News Updates

‘ઇન્ડિયન’,’​​​​​​​અપરિચિત’,’રોબોટ’ના નિર્દેશક શંકરનો 60મો જન્મદિવસ:30 વર્ષમાં કોઈ ફિલ્મ ફ્લોપ નથી રહી, ટાઈપરાઈટર તરીકે કંપનીમાં કામ કર્યું હતું, હવે 40 કરોડ ફી લે છે

Team News Updates