News Updates
AHMEDABAD

બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર

Spread the love

અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે.

અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે પણ ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે, કાયદો તોડવાવાળા બેફામ બન્યા છે. ત્યારે કાયદાની અમલવારી કરાવનારાઓને કડક હાથે કામ લેવું પડશે.

લોકો દારૂ પીને ગાડી ચલાવે છે અને હીટ એન્ડ રનના કિસ્સા બને છે. પોલીસ માત્ર અલગ અલગ ડ્રાઈવ કરશે એટલું પુરતું નથી. સારા નાગરિકની વર્તણૂક કેવી હોય તેનું ભાન કરાવવું પડશે. ટાયર કિલર્સનો તોડ શોધ્યો તેવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તો બીજી તરફ CCTV યોગ્ય રીતે નહીં ચાલતા હોવાની પણ કોર્ટે ટકોર કરી છે.

25-07-2023 થી 07-08-2023 સુધી પોલીસે કરેલી વિવિધ કામગીરીની વિગતો કોર્ટના ધ્યાને મુકાઈ

1. સીટબેલ્ટના કેસોની વિગત કેસની સંખ્યા – 1597, દંડની રકમ – 8,06,000

2. ખોટી લેનનો ઉપયોગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 166, દંડની રકમ – 2,79,200

3. હેલ્મેટ અંગેના કેસો ની વિગત કેસની સંખ્યા – 424, દંડની રકમ – 2,20,100

4. ત્રણ સવારી અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 102, દંડની રકમ – 10,700

5. ફ્રી લેફ્ટ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 22, દંડની રકમ – 11,000

6. નો-પાર્કિંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 3506, દંડની રકમ – 18,30,000

7. બીઆરટીએસ લેનમાં ડ્રાઇવિંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 6, દંડની રકમ – 6000

8. ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 250, દંડની રકમ – 1,30,600

9. ઓટોરિક્ષા ડ્રાઇવર સીટ ઉપર મુસાફરો બેસાડવા અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 60, દંડની રકમ – 29,200

10. ભારે વાહનના જાહેરનામા ભંગ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 127, દંડની રકમ – 3,28,500

11. ફેન્સી નંબર પ્લેટ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 1792, દંડની રકમ – 7,16,700

12. ડાર્ક ફિલ્મ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 359, દંડની રકમ – 1,86,500

13. ઓવરસ્પીડ અંગેના કેસોની વિગત કેસની સંખ્યા – 4, દંડની રકમ – 5,500

14. ખતરનાક ડ્રાઇવિંગ અંગેના કેસનો વિગત (રોંગ સાઇડ) કેસની સંખ્યા – 1254, દંડની રકમ – 28,54,500


Spread the love

Related posts

ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા

Team News Updates

AHMEDABAD:માસૂમનો ગયો જીવ,અમદાવાદના નહેરુનગરમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી બાળકીને કચડી

Team News Updates

દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

Team News Updates