News Updates
AHMEDABAD

UNITED 18ના કાપડના ગોડાઉન ભડકે બળ્યું અમદાવાદના ચાંદખેડામાં ,ફાયરની 9 ગાડી દોડી ગઈ

Spread the love

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇવે પર ડી માર્ટ પાસે આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 9 જેટલી ગાડીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. UNITED 18નું કાપડનું ગોડાઉન આવેલું છે. જેમાં આગ લાગવાની ઘટના બની છે, આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે તેમાં મોટા પ્રમાણમાં કાપડના જથ્થા સાથેનું ગોડાઉન કેવી રીતે બનાવવામાં આવ્યું અને તેને મંજૂરી હતી કે કેમ તેને લઈને સવાલ ઊભા થયા છે.

ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 7:00 વાગ્યાની આસપાસ ચાંદખેડા વિસ્તારમાં ડી માર્ટની પાછળ અવની બંગ્લોઝના ભાગે UNITED 18ના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આસપાસના સ્થાનિક રહીશોએ આગ લાગેલી જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ભોંયરામાં આગ લાગી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી પહેલા માળ સુધી આગ પહોંચી ગઈ હતી.

ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ હતા. આગ કાબૂમાં આવી ગઈ છે પરંતુ કાપડનું ગોડાઉન હોવાથી ભોયરામાં ખૂબ ધૂમાડો હોવાથી કામગીરી કરવામાં આવી રહી છે. બ્લોરની મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. બે થી ત્રણ કલાક સુધી હજી કુલિંગ અને ધુમાડો બહાર કાઢવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડી માર્ટની પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં UNITED 18નાં ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની નવથી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. રહેણાંક વિસ્તારની વચ્ચે ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું. ગોડાઉનના પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આગના ધૂમાડા પહોંચતા સ્થાનિક લોકોને તકલીફ પડી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સોસાયટીની જગ્યામાં દબાણ કરીને બાંધકામ કર્યું છે.

કાપડના ગોડાઉનના આસપાસના વિસ્તારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉન સોસાયટીની એકદમ પાછળના ભાગે આવેલું છે. વિજ્યાલક્ષ્મી સોસાયટીની અડીને આ ગોડાઉન આવ્યું છે. સ્થાનિક લોકોએ આ બાંધકામને લઈને પણ વિરોધ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રીટ લાઈટનો થાંભલો પણ માલિક દ્વારા પોતાની જગ્યામાં દબાવી દેવામાં આવ્યો હતો. રહેણાંક વિસ્તાર હોવા છતાં પણ કાપડનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું.

વિજ્યાલક્ષ્મી સોસાયટીના સ્થાનિક રહેવાસી અને ચેરમેન જીવણભાઈ ચૌહાણે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2016માં આ બાંધકામ કરવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં ગોડાઉનની કોઈ મંજૂરી જ નથી હોતી. રહેણાંક હતું જેમાં છોકરાઓની હોસ્ટેલ હોવાનું અમને કહેવામાં આવ્યું હતું. સ્ટ્રીટ લાઈટનો થાંભલો તેમની જગ્યામાં દબાવી દેવામાં આવ્યો છે. અમે બે વખત રજૂઆત કરી છતાં પણ તેઓએ કોઈ કામગીરી કરી નહીં. વરસાદનું પાણી પણ પડતું હતું તો વરસાદનું પાણી આ બાજુ જ પડેને એમ કહી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ બાબતે રજૂઆત કરી હતી. રહેણાંક વિસ્તારમાં ફેક્ટરી ગોડાઉનની મંજૂરી જ નથી હોતી.

સ્થાનિક રહેવાસી અનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, રહેણાંક વિસ્તારમાં કોઈપણ ગોડાઉન કે ફેક્ટરી હોવી જોઈએ નહીં. ના પાણી નીકાળવાનો ઢાળ પણ સોસાયટી તરફ છે. જ્યારે વર્ષ 2016માં આ બાંધકામ થયું ત્યારે અમે રજૂઆત કરી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ દબાવી દીધું હોઈ શકે અને અમને કોઈ જાણ કરવામાં આવી નથી. કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જે સ્ટ્રીટ લાઈટનો થાંભલો આવેલો છે તે તેમની જમીનમાં દબાવી દીધો છે અને આ બાબતે ટોરેન્ટ પાવરને પણ જાણ કરી હતી. પરંતુ ગોડાઉનની જગ્યામાં આ થાંભલો દબાવી દેવામાં આવ્યો છે. થાંભલો બંધ હોવાના કારણે સોસાયટીમાં રાત્રે અવરજવરમાં પણ લોકોને તકલીફ પડે છે.


Spread the love

Related posts

1 કરોડથી વધુનું MD ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદમાં બે પેડલર સહિત ત્રણની ધરપકડ, SG હાઈવે અને નારોલ બ્રિજ પાસે હોટલમાંથી ડ્રગ્સ કરતા સપ્લાય, સપ્લાયર વોન્ટેડ

Team News Updates

છેતરપિંડીનો ગુનો બેંક મેનેજરે  નોંધાવ્યો:અમદાવાદમાં MSME યોજના હેઠળ રૂ. 1 કરોડની લોન મેળવી ચાર શખસે મશીનરી ન લીધી

Team News Updates

GUJARAT:બોમ્બ હોવાની ધમકી ! દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈમાં, ઈમરજન્સી લેન્ડિંગ  કરાયું અમદાવાદ એરપોર્ટ પર

Team News Updates