News Updates
AHMEDABAD

કિન્નરનો વેશ ધારણ કરી મેલીવિદ્યાની વિધિ કરવાના નામે લોકોને લૂંટતા શખ્સની નારણપુરા પોલીસે કરી ધરપકડ, મોટાભાગે મહિલાઓને બનાવતો નિશાન

Spread the love

કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપીયા અને સોનાના દાગીનાની કરતો ચોરી, એકલી રહેતી મહિલાના ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરી ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહી વિધિના બહાને પૈસા અને દાગીના લઈ લેતો.

કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપીયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદમાં નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી કોઇ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઇ મહીલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યાર બાદ તેમના ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઇ જતો હતો.

આરોપી મૂળ રાજકોટના પડધરીના તરઘડી ગામનો રહેવાસી છે.જે કિન્નરનો વેશ ધારણ કરતો હતો અને એવા મકાનો ટાર્ગેટ કરતો કે જ્યાં મહીલા એકલી હોય અને એકલતાનો લાભ લઇને મહિલાઓને વિશ્વાસમાં લઇ ચા પીવાના બહાને ઘરમાં પ્રવેશ કરતો હતો. બાદમાં ઘરમાં મેલીવિદ્યા હોવાનું કહીને વિધિ કરવાના બહાને સોનાની વસ્તુ તેમજ રોકડ રકમ લઇને ફરાર થઇ જતો હતો.

આરોપી ગત 15મી માર્ચના દિવસે નારણપુરામાં આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટમાં ગયો હતો. જ્યાં એક મહીલાના ઘરે જતા મહીલાએ તેને 50 રૂપીયા આપ્યા હતાં, પરંતુ તેણે ચા પીવાની ઇચ્છા દર્શાવતા મહીલાએ તેને ઘરમાં બેસાડ્યો હતો. બાદમાં આ ઘરમાં કોઇએ મેલીવિદ્યા કરી છે તેમ કહીને ધૂણવા લાગ્યો હતો. જો કે મહીલાએ મેલીવિદ્યાના નિકાલ બાબતે પૂછતા આ શખ્સે ઘરમાં વિધિ કરવાનું કહીને સોનાની ચેઇન અને રોકડા રૂપિયા લીધા હતા. આ બંને વસ્તુ એક કાપડમાં મૂકાવીને તેણે એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં કંકુ નાખીને પી ગયો હતો. બાદમાં ચાર રસ્તે વિધિ કરીને ચેઇન અને રોકડ આપવાનું કહીને મહીલાને પાર્કિગમાં ઉભી રાખીને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

પોલીસએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોલીસથી બચવા માટે સતત નાસતો ફરતો હતો અને વારંવાર મોબાઇલ નંબર પણ બદલી નાંખતો હતો. એટલું જ નહીં તે માત્ર તેના પરિવારનો જ સંપર્ક રાખતો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે અગાઉ સાબરમતી, લિંબાયત, મહારાષ્ટ્રના આંબાઝરીમાં પણ આ રીતે ઠગાઇના ગુનામાં પકડાઇ ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે


Spread the love

Related posts

‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:તેજસ્વી યાદવનો ઇન્ટરવ્યૂ લેનાર ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર તરફથી પ્રતિનિધિએ સર્ટિફિકેટ સાથે ઓરિજનલ સીડી જમા કરાવી, વધુ સુનાવણી 23 જૂને

Team News Updates

અમદાવાદ ખાતે GICEA દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો

Team News Updates

બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા:ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાને પહોંચ્યા, બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Team News Updates