News Updates
AHMEDABAD

ડ્રાઈવરને મહામુસીબતે બહાર કાઢ્યો, બેને ઈજા,ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકને પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારી

Spread the love

2 જૂનની વહેલી સવારે જસદણ-અમદાવાદ વાઈવે પર ગેસ સિલિન્ડ ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જેમાં ફસાયેલા ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં ટ્રકમાંથી નીચે ઊતરેલા પેસેન્જર અને ડમ્પરચાલકને ગંભીર ઈજા થતાં બન્નેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ, આજ રોજ વહેલી સવારે જસદણ-અમદાવાદ હાઈવે પર ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગેસ સિલિન્ડર ભરેલી ટ્રકમાં બેસેલા પેસેન્જરને ઉતારવા માટે ટ્રકચાલકે ભાયલા મોગલધામના ગેટની સામે ટ્રકને રોડની સાઈડમાં રોકી હતી. આ સમયે જ પાછળથી આવતા ડમ્પરચાલકે ટ્રકના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં ડમ્પરની કેબિનનો બુકડો બોલી ગયો હતો. ડમ્પરના આગળના ભાગનો બુકડો બોલી જતાં ડમ્પરચાલક તેમાં ફસાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ટ્રકમાંથી ઊતરી રહેલા પેસેન્જરને ગંભીર ઈજા પહોંચી હતી. તો સાથે જ ડમ્પરની કેબિનમાં ફસાયેલા ચાલકને હાજર લોકોએ મહામહેનતે બહાર કાઢી ઈજાગ્રસ્ત બન્ને લોકોને તાત્કાલિક ઈમર્જન્સી 108 મારફતે સારવાર અર્થે ભાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાયલા મોગલધામના ગેટની સામે જ અકસ્માત થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.


Spread the love

Related posts

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બનશે: રૂ. 1.24 લાખ કરોડના પ્રોજેક્ટ્સ થકી 53 હજાર લોકોને રોજગારી મળશે,સાણંદ GIDCમાં પ્રતિદિન 60 લાખ ચિપનું ઉત્પાદન કરાશે

Team News Updates

બિસ્માર રસ્તાઓ રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે થયેલી અરજી પર કોર્ટમાં થઈ સુનાવણી, બેફામ ટ્રાફિકની વ્યવસ્થા સામે હાઈકોર્ટે કરી ટકોર

Team News Updates

અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર WWE જેવી ફાઈટ:વિવિધ રાજ્યોના રેસલરો લોખંડની ખુરશી, પાઈપ મારતા જોવા મળશે, 10 હજાર લોકો નિહાળી શકશે રેસલિંગ

Team News Updates