News Updates
AHMEDABAD

મહિલા પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું:અમદાવાદના વાસણામાં રહેતી યુવાન પોલીસકર્મીએ ઘરે ગળાફાંસો ખાધો, આત્મહત્યાનું કારણ હજુ અકબંધ

Spread the love

અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીએ પોતાના વાસણા ખાતેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, હજુ પણ મહિલા પોલીસકર્મીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી તે કારણ અકબંધ છે.

આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ લલીતાબેન પરમાર વાસણા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં રહેતા હતા. લલિતાબેને કોઈ અંગત કારણોસર ગઈકાલે પોતાના ઘરે ગળાફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. હાલ મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવી રહ્યા છે અને આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કદાચ કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળશે તો તુરંત તેમાં કાર્યવાહી કરવામાં આવશે.


Spread the love

Related posts

જુનાગઢ બિલ્ડિંગ ધરાશાયી કેસ:એક મહિના પહેલા બિલ્ડિંગ પડવાથી બે બાળક અને પિતાનું મૃત્યુ થતા પત્નીએ પણ આપઘાત કર્યો હતો, ન્યાય માટે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates

સાધુ પ્રેમવત્સલદાસજી-બાળકોને સંપત્તિની સાથે સંસ્કાર પણ આપજો

Team News Updates

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન માં લોહાણા સમાજ ની દીકરી એ નોંધાવેલ સાસરિયા વિરુદ્ધ ફરીયાદ

Team News Updates