News Updates
RAJKOT

રાજસ્થાનના ડેપ્યુટી CM રાજકોટના પ્રવાસે:લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠક સાથે જીતશે, વિપક્ષોના INDIA ગઠબંધનનું નામ નિશાન નહીં રહે: દિયા કુમારી

Spread the love

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને ટૂંક સમયમાં 100 ઉમેદવારોની યાદી જાહેર થવાની છે ત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી આજથી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આજે તેઓ રાજકોટ પધાર્યા હતા. સર્કિટ હાઉસમાં પત્રકારોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો સાથે વિજેતા બનશે અને સતત ત્રીજી વખત કેન્દ્રમાં પોતાની સરકાર રચશે. INDIA ગઠબંધન મામલે તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષોનું કોઈ ગઠબંધન હવે રહ્યું નથી અને જે કંઈ પણ બચ્યું છે, તે ધીમે-ધીમે ખતમ થઇ જશે.

‘નો રિપીટ’ થીયરી અંગે કંઈ પણ બોલવાનું ટાળ્યું
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી અંતર્ગત આજે રાજકોટના પ્રવાસે છું. ત્રણ દિવસનો કાર્યક્ર્મ છે. જેમાં સૌપ્રથમ રાજકોટના મુંજકામાં સ્થિત આર્ષ વિદ્યામંદિરના દર્શને જવાનું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ 400થી વધુ બેઠકો સાથે જંગી બહુમતી હાંસલ કરી સતત ત્રીજી વખત દેશમાં સરકાર રચશે તેવો દ્રઢ વિશ્વાસ છે. લોકસભા ચૂંટણીમાં હંમેશા સારા લોકોને ટિકિટ આપવામાં આવી છે અને આ વખતે પણ એવું જ થશે. 33 ટકા મહિલા અનામતનો લાભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો છે, તેને અમે તમામ મહિલાઓ આવકારીએ છીએ. આ વખતે પણ લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે એવું હું સ્પષ્ટપણે માની રહી છું. વિપક્ષોના INDIA ગઠબંધન મામલે તેઓએ જણાવ્યું હતું કે, હવે તેમનું કોઈ ગઠબંધન રહ્યું નથી અને જે કંઈ પણ છે તે ધીમે-ધીમે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે, લોકસભા ચૂંટણીમાં ‘નો રિપીટ’ થીયરીના અમલીકરણ બાબતે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

લોકસભાના ઉમેદવારો માટે અનેક નામો ચર્ચામાં
​​​​​​​લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રથમ 100 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવનાર છે ત્યારે રાજકોટમાં લોકસભાના ઉમેદવારો માટે અનેક નામો ચર્ચા રહ્યા છે ત્યારે હાલના ઉમેદવાર મોહન કુંડારીયાને રિપીટ કરવામાં આવે છે કે કેમ? તે પણ એક સવાલ છે. જો નવા ઉમેદવારને તક આપવામાં આવશે તો તે કડવા પાટીદાર હશે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ તમામ વચ્ચે આજે સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સૌપ્રથમ રાજકોટ પધાર્યા હતા.

3 દિવસનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે
​​​​​​​
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી બપોરે મુંજકામાં સ્થિત આર્ષ વિદ્યા મંદિરમાં દર્શન માટે પહોંચ્યા. ત્યારબાદ સાંજે ટંકારાની ખાનગી હોટલમાં ઉદ્યોગપતિઓ સાથે મીટીંગ કરશે. જે બાદ તારીખ 2 માર્ચના જામનગરમાં તેમના 4 કાર્યક્રમો છે. જેમાં સવારે 9.30 વાગ્યે બાલા હનુમાન મંદિરે દર્શન કરશે. જે બાદ 10 વાગ્યે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણી વ્યવસ્થાપન સમિતિ અને કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે. જે બાદ 11.45 વાગ્યે ખંભાળિયા હાઈવે પર સ્વામિનારાયણ ગુરુકુળમાં યુવા સંવાદ કાર્યક્રમ તેમજ બપોરે 3 વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં બૌધિક મહિલાઓ સાથે બેઠક કરશે. તે પછી તા. 3 માર્ચના તેઓ જામકંડોરણામાં સવારે 10:00 વાગ્યે મહિલા સંમેલન, 11: 15 વાગ્યે જેતપુરમાં ગૌશાળા તેમજ કન્યા છાત્રાલયની મુલાકાત લેશે અને છેલ્લે 12: 20 વાગ્યે ગોંડલ માર્કેટ યાર્ડમાં મારવાડી સમાજ સંમેલનમાં પણ હાજરી આપવાના છે.


Spread the love

Related posts

‘સલામત સવારી, બસ સ્ટેન્ડ પર જ ભારી’:’રાજકોટ જતી બસ પ્લેટફોર્મ નં.8 પર ઊભી રહેશે’નું એનાઉન્સમેન્ટ પૂરું થયું ને બસ સીધી બેરિકેડ્સ તોડી પૂછપરછ બારીમાં ઘૂસી; 20 લોકો માંડ માંડ બચ્યા

Team News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 78 લાખના ખર્ચે રમત-ગમતના સાધનો ખરીદ્યા, જૂના સાધનો ધૂળ ખાય રહ્યા છે, બાસ્કેટબોલના પોલ કાપી નાખ્યાં

Team News Updates

રાજકોટના સેસન્‍સ જજ વાઘાણી સહિત ૩૧ સેસન્‍સ જજોની હાઇકોર્ટ દ્વારા બદલીના હુકમો

Team News Updates