News Updates
RAJKOT

મચ્છરજન્ય એ મજા બગાડવાની માજા મૂકી:રાજકોટમાં ડેન્ગ્યુ, શરદી-ઉધરસ અને તાવના 577 સહિત રોગચાળાના કુલ 830 કેસ નોંધાયા, પ્રજાને સાવચેતી રાખવા તંત્ર એ આપ્યો મેસેજ

Spread the love

રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સતત ત્રીજા સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાને લગતા કેસોમાં વધારો નોંધાયો છે. જેમાં ડેન્ગ્યુના સૌથી વધુ 10 તેમજ મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. જોકે આ સપ્તાહે ચિકનગુનિયાનો કોઈ કેસ નથી, પરંતુ શરદી-ઉધરસ તેમજ તાવના 577 ઉપરાંત ઝાડા-ઉલટીના વધુ 242 સહિત કુલ 830 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઇ છે અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે પોરાનાશક અને ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને પણ સાવચેતી રાખી બહારનો ખોરાક ન લેવા અને મચ્છરનો ઉપદ્રવ રોકવાના પગલામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

જનસમુદાયમાં રોગ ફેલાય છે
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ, એડીસ, મચ્છર દિવસના સમયે એકસાથે વધુ લોકોને કરડી જતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વધુ છે. જોકે મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. તેને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

રોગચાળો વધતા તંત્ર દોડતું
રોગચાળા દ્વારા ઊભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટિયર્સ દ્વારા તારીખ 21 ઓગષ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન 52,157 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 772 ઘરોમાં ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરાઈ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 284 અને કોર્મશીયલ 137 આસામીને નોટીસ આ૫વામાં આવી છે. તેમજ 46 આસામીઓ પાસેથી 46,950નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

ડેન્ગ્યુ-મેલેરિયા રોકવા માટેના જરૂરી સૂચનો
1. પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તેમજ અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચુસ્ત ઢાંકણ ન હોય તો કપડાંથી હવાચુસ્ત ઢાંકીને રાખવું
2. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરવું
3. ફ્રિઝની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષી કુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરવુ
4. બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો
5. અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરવો
6. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરવો
7. ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમિયાન પુરુ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા


Spread the love

Related posts

KHODALDHAM નવરાત્રી મહોત્સવ: હજારો ખેલૈયાઓના આનંદનું સરનામું

Team News Updates

રાજકોટની સિવિલમાં 4 વર્ષનાં માસૂમને ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ; સિક્યોરિટીએ સતર્કતા દાખવી પોલીસને બોલાવી

Team News Updates

સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર:પટના, કોલકતા અને નાગપુર જવા માટે ટ્રેન કનેક્ટિવિટી સરળતાથી મળશે, 6 એક્સપ્રેસ ટ્રેનોને અમદાવાદના બદલે રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય

Team News Updates