News Updates
RAJKOT

રાજકોટમાં PGVCLએ વિદ્યુત સહાયકની પરીક્ષા લીધા બાદ ભરતી ન કરતાં ઉમેદવારો 24 કલાકથી ધરણાં પર…

Spread the love

રાજકોટમાં PGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ 1 વર્ષ સુધી ભરતી ન કરતા 6 હજારથી વધુ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ત્યારે રાજકોટની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લાં 24 કલાકથી 100થી વધુ ઉમેદવારો ધરણાં પર બેઠા છે. PGVCLના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારા દ્વારા ઉમેદવારને RTIમાં બતાવેલી 361 જગ્યાઓની માહિતી ખોટી હોવાનું સાબિત કરતા આશ્ચર્ય જનમ્યું છે. ત્યારે પ્રદેશ NSUIના પ્રમુખ ઉમેદવારોની સાથે ધરણાં પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો રામધૂન બોલાવતા ઉમેદવારોએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવાનું એલાન કર્યું હતું અને ઉર્જા મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા.

મોટાભાગના ઉમેદવારને 90 જેટલાં માર્કસ છેઃ સિદ્ધાર્થ
આ અંગે ઉમેદવાર સિદ્ધાર્થ શુક્લાએ જણાવ્યું હતું કે, અમારી એક જ માંગ છે કે વર્ષ 2023માં PGVCL દ્વારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે બાદ ઉમેદવાર મયુરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી RTIમાં માહિતી મળી છે કે, 361 જગ્યાઓ ખાલી છે. તો આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. અહીં આવેલા ઉમેદવારોમાં મોટાભાગનાને 90 જેટલાં માર્કસ છે. વિજ પોલ પર ચડી રિપેરિંગનું કામ કરવા માટે સૌથી જુનિયર પોસ્ટ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવે છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ખૂબ મહેનત કરી સારા માર્કસ મેળવી લાવ્યા છે, પરંતુ પરીક્ષાના 1 વર્ષ બાદ પણ ભરતી કરવામાં નથી આવી.

‘ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે’
ઉર્જા મંત્રીને એટલું કહેવું છે કે, PGVCL દ્વારા આગામી ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. જો આગામી સમયમાં નવેસરથી ભરતી થાય અને 60 ટકા માર્કસ મેળવનારા ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવે તો અમારા જેવા 90 માર્કસ મેળવતાં ઉમેદવારોને અન્યાય થાય. આ ક્યાં નો ન્યાય? જેથી અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

PGVCL તંત્રના પેટનું પાણી હલતું નથીઃ નરેન્દ્ર સોલંકી
ઉમેદવારોના પ્રશ્નને લઈને NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે 12:00 વાગ્યાથી અત્યાર સુધી એટલે કે છેલ્લા 24 કલાકથી ઉમેદવારો PGVCLની કોર્પોરેટ ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. વિદ્યાર્થીઓ પોતાના હક્ક માટે રસ્તા પર ઉતર્યા છે. તેમ છતાં PGVCL તંત્રના પેટનું પાણી હલતું નથી. જેથી જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમની સાથે છીએ.


Spread the love

Related posts

GONDALમાં ભાણાએ મામાનું 8 CROREનું ફૂલેકુ ફેરવ્યું

Team News Updates

ગોંડલ નજીક આવેલા સુલતાનપુરમાં એકલવ્ય વિદ્યા સંકુલની હોસ્ટેલમાં 17 જુલાઈએ બનેલી ઘટના

Team News Updates

સગીરા લગ્નના જોડામાં માંડવે બેઠી હતી ને….:એકબાજુથી જાનની એન્ટ્રી અને બીજીબાજુ પોલીસ સાથે બાળ સુરક્ષાની ટીમ પહોંચી; પરિવારોની આંખ ઉઘાડી બાળ લગ્ન અટકાવ્યા

Team News Updates