News Updates
RAJKOT

રાજકોટમાં ભાતીગળ લોકમેળાની તૈયારી શરૂ:ધંધા માટેના સ્ટોલ્સ અને પ્લોટની ફાળવણી માટે અરજીપત્રકનું આજથી વિતરણ, 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે

Spread the love

સૌરાષ્ટ્રમાં જાણીતો રાજકોટનો પરંપરાગત લોકમેળો આગામી 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. જો કે, આ ભાતીગળ લોકમેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળામાં ધંધો-વ્યવસાય કરવા સ્ટોલ્સ કે પ્લોટ મેળવવા માટેના અરજીપત્રકનું વિતરણ આજથી શરૂ થશે. તા.14 જુલાઈ 2023 સુધીમાં કામકાજના સમય દરમિયાન આ અરજીપત્રક ભરીને જમા કરાવી શકાશે.

સવારે 11થી 4 વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે
લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને નાયબ કલેક્ટર કે. જી. ચૌધરીની યાદીમાં જણાવાયા પ્રમાણે, રાજકોટમાં ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ તથા નાયબ કલેક્ટર કચેરી, પ્રાંત રાજકોટ શહેર-1, જુની કલેક્ટર કચેરી ખાતેથી સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી અરજીપત્રકો મેળવી શકાશે. ભરેલા અરજીપત્રકો નિયત સમય મર્યાદામાં ઈન્ડિયન બેંક, તોરલ બિલ્ડિંગ, શાસ્ત્રી મેદાન ખાતે સ્વીકારવામાં આવશે.

કુલ 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરાશે
ત્યારબાદ 24 જુલાઈએ રમકડાં, ખાણી-પીણી, મધ્યમ ચકરડી, નાની ચકરડીના પ્લોટની ફાળવણી ડ્રોથી કરવામાં આવશે. જ્યારે 25 જૂલાઈએ ખાણીપીણીના મોટા પાંચ પ્લોટ તથા કોર્નરના 32 પ્લોટની ફાળવણી હરરાજીથી કરાશે. 26 જૂલાઈએ યાંત્રિક શ્રેણીના વિવિધ પ્લોટની હરરાજીથી ફાળવણી ઉપરાંત 27મી જૂલાઈએ આઇસક્રીમના પ્લોટની તેમજ 28 જૂલાઈએ ફૂડ કોર્ટ તેમજ ટી-કોર્નરની ફાળવણી કરાશે. દરમિયાન કુલ મળીને 355 પ્લોટ-સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. આ માટેની અરજી નિયમ ફોર્મમાં જ આપવાની રહેશે. એ સિવાયની અરજી સ્વીકારવામાં આવશે નહીં.


Spread the love

Related posts

‘આજે મને મા-બાપ મળ્યા’ બોલતા દીકરી રડી પડી:રાજકોટમાં નિરાશ્રીત બાલાશ્રમની ‘તન્મય’ને NRI દંપતીએ દત્તક લીધી, પરિવાર મળતાં ભાવુક થઈ, હવે અમેરિકા સેટલ થશે

Team News Updates

RAJKOT:પડધરી પાસે ભીષણ આગ પ્લાસ્ટિકના કારખાનામાં ,આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

Team News Updates

સ્વામીના ગઢડાની નર્સિંગ છાત્રાનો રાજકોટમાં આપઘાત:ઘરની બારીનાં ઉપરના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; આપઘાતનું કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

Team News Updates