News Updates
VADODARA

લજવ્યો ભગવો આ સાધુએ તો:ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ પ્રેમજાળમાં ફસાવી છેતરપિંડી કર્યાનો ,ગોવિંદગીરીના રંગરેલીયા મનાવતા ફોટો વાઈરલ થતા સાધુ સમાજમાં રોષ

Spread the love

જૂનાગઢના એક સાધુ સાથે વડોદરાની ટ્રાન્સજેન્ડરનો રંગરેલિયા મનાવતો વીડિયો વાઈરલ થતાં વડોદરામાં સનસનાટી મચી ગઈ છે. તો બીજી તરફ જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણથી સાધુ-સંતોમાં ભારે રોષ ફેલાયો છે. ટ્રાન્સજેન્ડરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સાધુ લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ફરાર થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાન્સજેન્ડર હિમાની પટેલ અને સાધુ ગોવિંદગીરી એકબીજાને હાર પહેરાવતા વીડિયો ઉપરાંત બંને વચ્ચે કોઈ મતભેદ ન હતો તે સમયના ફોટો-વીડિયો બંનેએ પોતાના સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ચકચાર મચી ગઈ હતી. એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. તે વીડિયો મારા અને સાધુ ગોવિંદગીરીના હોવાનું હિમાની પટેલે જણાવ્યું છે.

સાધુનો શિકાર બનેલી હિમાની પટેલે જણાવ્યું હતું કે, મારી સાથે છેતરપિંડી કરનારનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ છે. મહંત ગોવિંદગીરીનું મૂળ નામ ગોવિંદ પુરોહિત છે અને તે મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. મારી સાથે છથી સાત મહિના રહ્યો હતો, ત્યારે તેણે ભગવા કપડા ઉતારી દીધા હતા. છ-સાત મહિના રોકાયા ત્યાં સુધી મારી સાથે રીલેશનશીપમાં હતો. તે બાદ મારી પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા.

કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે. તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે. મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે. મને ન્યાય જોઇએ છે.

સાધુ પીડિત હિમાની પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મેં નર્સિંગનો કોર્સ કર્યો છે. હરિદ્વાર ગંગા સ્નાન માટે ગઈ હતી ત્યારે મહંત ગોવિંદગીરી સંપર્કમાં આવ્યો હતો. અમે હરિદ્વારા બિરલા ઘાટ પાસે આશ્રમમાં ત્રણ મહિના સાથે રહ્યા હતા અને બે મહિના નાસિક ત્રંબકેશ્વર ખાતે રહ્યા હતા. આ ઉપરાંત ત્રણ મહિના વડોદરામાં સાથે રહ્યા હતા અને તમામ ખર્ચ મેં ભોગવ્યો હતો.

હિમાનીએ ઉમેર્યું હતું કે, મહંત ગોવિંદગીરી મહારાજ ઉર્ફે ગોવિંદ પુરોહિતે મારી સાથે ઠગાઈ કરી છે. તે રીતે બીજા અનેક લોકો સાથે ફ્રોડ કર્યું છે. તે જૂનાગઢના હરિગીરી મહારાજનો શિષ્ય છે. હાલમાં ફરી તેણે ભગવા કપડા પહેરી સાધુ બની હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની જાણકારી મળી છે.

ટ્રાન્સ જેન્ડર હિમાની પટેલે જણાવ્યું હતું કે, 15 વર્ષ પહેલાં સેક્સ ચેન્જ કરાવ્યું હતું. પરંતુ, હાલ આ બાબતે હું કંઈ કહેવા માંગતી નથી. હું બાપોદ પોલીસ મથકમાં મારી સાથે છેતરપિંડી કરનાર સાધુ ગોવિંદગીરી સામે દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂદ્ધ કૃત્યની ફરિયાદ નોંધાવવાની છું.


Spread the love

Related posts

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન વડોદરા પહોંચી:PM મોદીએ કેવડિયાથી ફ્લેગ ઓફ કરાવ્યું, વીજળીથી ચાલતું સ્ટીમ એન્જિન, AC રેસ્ટોરાં સહિતની સુવિધા

Team News Updates

Vadodara:પિતાએ પુત્રને કિડની આપી હતી:પાદરાના 73 વર્ષીય ખેડૂત પિતાએ પુત્રને કિડની આપી, બન્ને 15 વર્ષથી કોઈપણ બિમારી વિના સ્વસ્થ જીવન જીવી કુદરતી ખેતી કરે છે

Team News Updates

RTOના ધક્કમાંથી મુક્તિ મળશે:ગુજરાતભરમાં 1 જુલાઇથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઇને નંબર ફાળવણી શો-રૂમમાંથી થશે, પસંદગીના નંબરનું લિસ્ટ પણ ડીલર્સ બતાવશે

Team News Updates