જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો 547મો પ્રાદુરભાવ ઉત્સવ તારીખ 4 મે 2024 શનિવારના રોજ વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે ઉજવાશે અને પ્રસિદ્ધ ગાયક કલાકાર સચિન લીમયે દ્વારા ભક્તિ સંગીત સંધ્યા યોજાશે.
આ ઉત્સવમાં ઠાકોરજીને બપોરે 12:30 કલાકે રાજભોગ દર્શનમાં તિલક અને પલનાના દર્શન થશે. સાંજે 6:00 કલાકે ઉત્સવ સભા તથા સાંજે 7:30 કલાકે ઠાકોરજી સુખાર્થે ભવ્ય પુષ્પ સાગરમાં પુષ્પ વિતાનનો મનોરથના દર્શન હજારોની સંખ્યામાં વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે. સચિન-અશિતા લીમયેના વૃંદ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટ બોલાવશે. ભક્તિ સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયના આશીર્વાદનો પણ લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે.
આ સમગ્ર આયોજનમાં શ્રી ઠાકોરજી મનોરથ મુખ્ય સેવાર્થી દુધીબેન રાખોલીયા, રમેશભાઈ તથા વર્ષાબેન રાખોલીયા, વિશ્વા, કોષા, રુહી રાખોલીયા (Sandiego યુ.એસ.એ), ઉત્સવ સભાના મનોરથી જયશ્રીબેન રાડિયા, દેવયાનીબેન પટેલ, રેખાબેન તથા કલ્પેશભાઈ પોપટ, પ્રતિભાબેન લાખાણી (યુકે), તેમજ ભોજન પ્રસાદી મનોરથી કલ્પેશભાઈ શેઠ તથા અશેષભાઈ ઠક્કરે સેવા પ્રદાન કરી છે.