News Updates
BUSINESS

રેમન્ડના મેનેજિંગ ડિરેક્ટર બન્યા ફરી ગૌતમ સિંઘાનિયા:ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18% વધીને ₹229 કરોડ થયો, આવક 21% વધી

Spread the love

ગાર્મેન્ટ્સ અને એપેરલ કંપની રેમન્ડે Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે શુક્રવારે (3 મે) જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18% વધીને ₹229.2 કરોડ થયો છે.

ગયા વર્ષે, સમાન ક્વાર્ટરમાં (Q4FY23), કંપનીનો નફો ₹194 કરોડ હતો. તે જ સમયે, માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક 21% વધીને ₹2,609 કરોડ થઈ હતી, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે ₹2,150 કરોડ હતી.


પરિણામ જાહેર કરવાની સાથે કંપનીએ કહ્યું કે બોર્ડે આગામી 5 વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગૌતમ સિંઘાનિયાની પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે. સિંઘાનિયાનો નવો કાર્યકાળ 1 જુલાઈ, 2024થી શરૂ થશે.

કંપનીએ કહ્યું, ‘ગૌતમ સિંઘાનિયાના નેતૃત્વમાં ગ્રુપે ઘણી પ્રગતિ કરી છે. તેમનો ઉદ્દેશ્ય રેમન્ડ બ્રાન્ડને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ભારતીય બ્રાન્ડ્સમાંની એક બનાવવા અને તેને વૈશ્વિક ઓળખ અપાવવાનો છે.


રેમન્ડના વિવિધ વ્યવસાયોના બોર્ડે એન્જિનિયરિંગ વ્યવસાયને એક અલગ એકમ તરીકે મંજૂરી આપી છે. આ સાથે રેમન્ડે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે કંપની એરોસ્પેસ અને ડિફેન્સ બિઝનેસને પણ એક અલગ એન્ટિટી બનાવશે. આ ડિમર્જરની મંજૂરી તાજેતરમાં હસ્તગત કરેલ મેની પ્રિસિઝન પ્રોડક્ટ્સ લિમિટેડ (MMPL)ને અમુક ક્ષેત્રોમાં પ્રવેશ કરવા સક્ષમ બનાવવા માટે છે.


પરિણામોની સાથે, રેમન્ડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 10નું ડિવિડન્ડ આપવાની પણ મંજૂરી આપી છે. કંપનીઓ નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને આપે છે, તેને ડિવિડન્ડ કહેવાય છે.


પરિણામો પછી, અદાણી ગ્રીન રેમન્ડનો શેર 3.49% ઘટીને આજે રૂ. 2,214 પર બંધ થયો હતો. આ સાથે કંપનીનું માર્કેટ કેપ પણ વધીને 14.84 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે.

છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 15.27%નો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં તેના શેરમાં 17.31%નો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં રેમન્ડે રોકાણકારોને 40.50% વળતર આપ્યું છે.


Spread the love

Related posts

આ વર્ષે દેશમાં 81 નવી કાર લોન્ચ થશે:આગામી 11 મહિનામાં 47% લક્ઝ્યુરિસ કાર આવશે, ઇલેક્ટ્રિક વાહનો ઉપર પણ ફોક્સ વધારે

Team News Updates

રીઝયુમ તૈયાર કરી લેજો ! સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં 10 લાખ લોકોને મળવા જઈ રહી છે રોજગારીની તક

Team News Updates

Triumph Scrambler 1200X બાઇક ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું:એડજસ્ટેબલ સીટ સાથે 1200CC ટ્વીન સિલિન્ડર એન્જિન ઉપલબ્ધ, કિંમત ₹11.83 લાખ

Team News Updates