News Updates
BUSINESS

અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ ! શેરમાં જોવા મળી તૂફાની તેજી

Spread the love

કંપનીના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. છેલ્લા 5 દિવસમાં સ્ટોક 7 ટકાથી વધુ વધ્યો છે. આ સ્ટૉકમાં રોકાણ કરનારાઓને હવે બમ્પર નફો થઈ રહ્યો છે. શેર ખરીદવાનો ધસારો છે. રોકાણકારો આ સ્ટૉકમાં ભારે રોકાણ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 4 જાન્યુઆરી 2008ના રોજ રૂ. 2510 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં તેજી વચ્ચે અનિલ અંબાણીની માલિકીની એક કંપનીના શેરો ઉછાળો આવ્યો છે. શેરમાં બમ્પર ઉછાળો જોવા મળતા શેરબજારમાં આવેલી તેજી વચ્ચે આજે દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના નસીબે પણ વળાંક લીધો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. ગયા બુધવારે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર લીલા નિશાન પર ઉછાળા સાથે બંધ થયો હતો. તેમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેર વધીને રૂ.239 પર પહોંચી ગયા છે.

52 સપ્તાહની ઊંચી સપાટી નજીક

કંપનીના શેર તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની ખૂબ નજીક છે. છેલ્લા 5 દિવસમાં સ્ટોક 7 ટકાથી વધુ વધ્યો છે. આ સ્ટૉકમાં રોકાણ કરનારાઓને હવે બમ્પર નફો થઈ રહ્યો છે. શેર ખરીદવાનો ધસારો છે. રોકાણકારો આ સ્ટૉકમાં ભારે રોકાણ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 4 જાન્યુઆરી 2008ના રોજ રૂ. 2510 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યાર બાદ શેરમાં બમ્પર ઘટાડો જોવા મળ્યો હતો. 27 માર્ચ, 2020 ના રોજ, રિલાયન્સ ઇન્ફ્રાના શેર રૂ. 9ના સ્તરે ગબડી ગયા હતા.

છેલ્લા 4 વર્ષમાં ઉછાળો આવ્યો છે

છેલ્લા 4 વર્ષથી સ્ટોક વધી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન સ્ટોકમાં 2400 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા 3 વર્ષમાં સ્ટોક 650 ટકાથી વધુ વધ્યો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ સ્ટોકમાં 95 ટકાથી વધુનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા અગાઉ રિલાયન્સ એનર્જી લિમિટેડ અને બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિક સપ્લાય તરીકે જાણીતી હતી. તે વીજ ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને સંરક્ષણ સાથે સંબંધિત છે. તે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપનો ભાગ છે.

કંપનીના 99% શેર ઘટી ગયા હતા, હવે તોફાની ઉછાળો

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 99 ટકાથી વધુ ઘટ્યા હતા. 4 જાન્યુઆરી, 2008ના રોજ કંપનીના શેર રૂ. 2510.35ના ભાવે હતા. રિલાયન્સ ઇન્ફ્રાના શેર 27 માર્ચ, 2020 ના રોજ ઘટીને રૂ. 9.20 પર આવી ગયા. અહીં, છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. 14 ફેબ્રુઆરી 2024ના રોજ કંપનીના શેર રૂ. 239 પર પહોંચી ગયા છે. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 2400% થી વધુનો વધારો થયો છે. રિલાયન્સ ઇન્ફ્રાના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 114.50 છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.


Spread the love

Related posts

ટાટા ટેકનોલોજીસની આવતીકાલે થશે શેરબજારમાં એન્ટ્રી, જાણો કેટલા રૂપિયામાં થશે શેરનું લિસ્ટિંગ

Team News Updates

ડિફેન્સ સ્ટોકમાં 9% નો ઘટાડો,ચૂંટણી પરિણામની થઇ રહી છે અસર

Team News Updates

શેરબજારમાં આજે તેજી:સેન્સેક્સ 90 પોઈન્ટ વધીને 63,474 પર ખુલ્યો, તેના 30માંથી 22 શેર વધ્યા

Team News Updates