News Updates
GUJARAT

Knowledge:સ્ટીકરનો શું હોય છે અર્થ ?ફળો પર લગાવેલા,તેને ખાવા કે નહીં તેની જ આપે છે જાણકારી

Spread the love

શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે ફળ અને શાકભાજીનું સેવન કરતા હોઈએ છીએ.આપણે જોયુ હશે કે ફળ અને શાકભાજી પર સ્ટીકર લગાવામાં આવે છે. જેનો જુદા -જુદો અર્થ થાય છે. તેના પરથી જાણી શકાય છે કે આ ફળ અને શાકભાજી ખાવા લાયક છે કે નહી.

ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકરને PLU કોડ અથવા કિંમત લુકઅપ કોડ પણ કહેવામાં આવે છે. જો તમને લાગે છે કે આ સ્ટીકરો માત્ર ડિઝાઇન માટે છે તો તમે ખોટા છો. વાસ્તવમાં આ સ્ટીકરો આપણને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.

ફળના સ્ટીકર પર લખાયેલ કોડ ચાર અંકનો હોય અને આ કોડ 3 શરુ થતો હોય તો તેનો અર્થ એ છે કે ફળ ઉગાડવા માટે પુષ્કળ પ્રમાણમાં ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફળ અને શાકભાજી પર લગાવેલા સ્ટીકર પર 4 આંકનો કોડની શરુઆત 4થી શરુ થતી હોય તો આ ફળનું ઉત્પાદન આધુનિક કૃષિ તકનીકથી કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિ જાણે છે કે જંતુનાશકો તમારા શરીર માટે હાનિકારક છે.

જો સ્ટીકર પર કોડ 8 થી શરૂ થાય છે અને તેમાં પાંચ અંક છે, તો તેનો અર્થ એ છે કે ફળ અથવા શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યા છે અને તેમાં આનુવંશિક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સ્ટીકરનો ઉપયોગ મોટાભાગે કેળા, પપૈયા અને તરબૂચ પર લગાવામાં આવ્યો છે.

ફળ પર લગાવેલા સ્ટીકર પર આ કોડ 9 થી શરૂ થાય છે અને તેમાં પાંચ અંક છે, તો તેનો અર્થ એ છે કે ફળ અથવા શાકભાજી જંતુનાશકો અને GMO વિના ઉગાડવામાં આવ્યા છે અને તેને ઉગાડવા માટે જૂની ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવ્યા છે.


Spread the love

Related posts

તમારા યુરિનનો રંગ શું સંકેત આપે છે ? જાણો તમને કોઇ બીમારી તો નથી ને

Team News Updates

મેટ્રો ટ્રેનમાં બેસવા માટે કીડી-મંકોડાની જેમ લોકોની લાગી લાઈન, દરવાજો બંધ કરવામાં પણ મુશ્કેલી

Team News Updates

300 વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ :દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ARTO કચેરી દ્વારા નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કરાયું

Team News Updates