ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાદા ભગવાનનું પુસ્તક ભેટમાં આપ્યુ હતુ. દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક આપી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપના નેતાઓ દ્વારા ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર ધાર્મિક પુસ્તકો નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.ત્યાકે સાંસદ નરહરી અમિને PM મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ શુભેચ્છા પાઠવી હતી. સાથે જ PM મોદીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય ભવનમાં રક્ત દાન સિબિરનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 100 સાંભળી ન શકતા વિદ્યાર્થીઓને શ્રવણ યંત્ર પણ આપવામાં આવશે. આવી વિશેષ રીતે PM મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવશે.