હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત ઈતિહાસ વિભાગ શામળદાસ આર્ટસ કોલેજના ઉપક્રમે ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (SAPTI),ધ્રાંગધ્રા દ્વારા કલા ભવનમાં શિલ્પ કલાના ક્ષેત્રમાં કારકિર્દી વિષય પર વર્કશોપ યોજાયો હતો.
આ કાર્યશાળાના અધ્યક્ષ અને કોલેજના આચાર્યશ્રી ડો. જયવંતસિંહ ગોહિલે વક્તાઓનું સ્વાગત કર્યું હતું. સાંપ્રત સમયમાં કલાના ક્ષેત્રનું વ્યવસાયિક મહત્વ વિશે માહિતી આપી હતી.
ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.લક્ષ્મણ વાઢેરે વક્તાઓ અને સંસ્થાનો પરિચય આપ્યો હતો. સાપ્તી સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી અશરફ નથવાણીએ સંસ્થાના વિવિધ અભ્યાસક્રમો અને વ્યવસાયિક તકોની ચર્ચા કરી હતી.
સાપ્તીનાં પ્રોજેક્ટ મેનેજરશ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલે સંસ્થામાં નિ:શુલ્ક તાલિમ,રહેવા,જમવાની સુવિધા અને ગુજરાત સરકાર દ્વારા આર્થિક મદદની માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન પ્રા.વિજય કંટારીયાએ કર્યું હતું આભાર વિધિ પ્રા. પવન જાંબુચાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રા,દિવ્યજીતસિંહ ગોહિલ,પ્રા.પવન જાંબુચા,પ્રા.વિજય કટારીયા અને વિભાગના વિદ્યાર્થીઓએ કર્યુ હતું.
અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)