News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે “એવરી ડે પ્લાન્ટેશન ડે” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

Spread the love

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગાર્ડન વિભાગ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગ થી ૫૦૦ વિવિધ વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ભાવનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લાગણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોઘોગિક વિભાગના ગુજકોસ્ટ દ્વારા આર.એસ.સી ભાવનગરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમા પાંચ અતિઆઘુનિક વિવિઘ ગેલેરીઓના માઘ્યમથી ‘STEM’ પ્રત્યે લોકોમાં જાણકારી અને રુચિ વઘારવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

તાજેતરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા અને આપણા જીવનમાં વૃક્ષોનું મહત્વ સમજાવવા, વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ ગાર્ડન વિભાગ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગ થી ૫૦૦ વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. યુવા પેઢીને પર્યાવરણ અને તેના સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા શાળા તેમજ કોલેજ ના બાળકો દ્વારા આર.એસ.સી પરિસર માં ૨૦૦ જેટલા વૃક્ષો રોપાવવામાં આવ્યા હતા. જેમાં સર પી.પી.ઇન્સિટ્યુટ ઓફ સાયન્સ, ભાવનગરના વિદ્યાર્થીઓ ‘સ્પર્શ ફાઉન્ડેશનના બાળકો તથા બળવંતરાય પારેખ સ્કુલ, કળસાર ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના ભાગરૂપે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરિશ ગૌસ્વામી દ્વારા “પ્રાચીન ભારત અને વિજ્ઞાન” વિષય પર લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમણે વૃક્ષોએ પર્યાવરણનું આવશ્યક અને અગત્યનો ભાગ છે. વૃક્ષોનું જતન કરવું એ આપણા તમામની ફરજ છે તેમ જણાવી ઉપસ્થિત તમામને વૃક્ષો વાવી તેનું જતન કરવા સૂચન કર્યું હતું.

વૈશ્વિક પુનઃવનીકરણના પ્રયાસોમાં ખોવાયેલા જંગલોને પુનઃસ્થાપિત કરવામાં, ક્ષતિગ્રસ્ત ઇકોસિસ્ટમને રિપેર કરવામાં અને આબોહવા પરિવર્તનને ઘટાડવામાં આ કાર્યક્રમ ફાળો આપશે તેવી આશાથી “એવરી ડે પ્લાન્ટેશન ડે” ના સૂત્ર સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

આજે પણ થઇ રહી છે તેની અસર ,ગાંધારીએ અફઘાનિસ્તાનને આપ્યો હતો ‘શાપ’ !

Team News Updates

GROW FLAX SEED:અળસી  અઢળક ગુણ ધરાવતી ઘરે કૂંડામાં ઉગાડો

Team News Updates

T20 World Cup 2024:એક તો સાથે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે;અમદાવાદ, સુરત, જામનગર અને આણંદના ખેલાડીને ટીમમાં મળ્યું સ્થાન

Team News Updates