નવસારી જિલ્લા અને તેમાં પણ ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડા દેખાવાના બનાવો હવે આમ વાત બની છે. દિવસેને દિવસે માણસ અને દીપડાઓનો સામનો વધી રહ્યો છે. જેમાં કેટલાક બનાવવામાં હુમલા કરી ખેતમજૂરો કે ગ્રામજનોને ઘાયલ પણ કર્યા છે, ત્યારે ચીખલીના રાનકુવા ગામમાં પતરાના મકાનમાં દીપડાનું બચ્ચું બેઠું હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
રાનકુવા ગામમાં આવેલા હળપતિવાસ નજીક દીપડાનું બચ્ચું દેખાય હતું.શિરિષભાઈ બારોટના ઘરની ઉપર દીપડાનું બચ્ચું દેખાતા પહેલા તો સૌ કોઈ ગભરાયા હતા, કારણ કે જો બચ્ચું હોય તો દીપડીની હાજરી પણ નજીકના વિસ્તારમાં હોઈ શકે છે જેથી તાત્કાલિક ગ્રામજનોએ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. આ બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેના માતા સુધી પહોંચાડવા કે સુરક્ષિત વિસ્તારમાં મૂકી આવવાની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવશે.બે દિવસ પહેલા રહેણાંક વિસ્તારમાં દીપડાનો લટાર મારતો વિડીયો સામે આવ્યો હતો. જે બાદ ફરી દીપડીનું બચ્ચું છાપરા પર જઈ બેઠું હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે.