News Updates
GUJARAT

અધિક માસે ‘આંબુડુ જામ્બુડુ કેરી ને કોઠીમડુ’!:પવિત્ર પુરૂષોત્તમ માસનો પ્રારંભ, ચાતુર્માસમાં અધિક શ્રાવણ મહિનાને લઈને ભક્તોમાં આસ્થાની હેલી

Spread the love

અધિકમાસનો પ્રારંભ થતા જ અધિક માસમાં શાસ્ત્રકથન અનુસાર માણસ જે કંઈ ભક્તિ-ધમૅ કમૅ કરે તેનું સહસ્ત્રગણુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે અન્વયે આ પવિત્ર પાવન પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ નારાયણ નું જ સ્વરૂપ ભગવાન પુરૂષોત્તમ ની વિશેષ સેવા પૂજા સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ માં મહિલાઓ કરે છે, આથી, મંદિરો સોસાયટીઓમાં, શેરીઓમાં મહિલાઓ કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅના સાથે સર્વે સુર્ભિક્ષની કામનાઓ કરશે.

પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી પૂજા-અર્ચના કરે
સામન્યત: નદી, સરોવર, સમુદ્ર કે પવિત્ર જળાશ ના તટ પર પવિત્ર રેતીની પાંચ ઢગલીઓ કરી તેના પર ગંગાજળ, પંચામૃત જેવા પંચગવ્યો નો અભિષેક કરી અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, જેવા દ્રવ્યો અપૅણ કરી “આંબુડુ જામ્બુડુ કેરીને કોઠીમડુ” જેવાં તળપદા સ્ત્રૌત્ર બોલી મહિલાઓ સુરભીક્ષ ની કામનાઓ કરે છે પરંતુ હવે સમય મુજબ શહેરની ભાગ દૌટ ભરી લાઈફમાં જળાશય તટે જવું શકય ન હોય આથી, મંદિરો, સોસાયટીઓમાં, શેરીઓમાં મહિલાઓ કોઈ કોમન પ્લોટમાં અથવા સોસાયટીના મંદિરોનાં પટાંગણમાં પુરૂષોત્તમ ભગવાનની સ્થાપના કરી યથાશક્તિ પૂજા-અચૅના સાથે સર્વે સુર્ભિક્ષની કામનાઓ કરશે.

આજથી બે મહિના સુધી ભક્તિ-આસ્થાની હેલી
અધિક શ્રાવણમાસનો આરંભ થઈ રહ્યો હોય આથી વિવિધ મંદિરોમાં સાફ-સફાઈ સાથે શણગારવામાં આવ્યાં છે ભગવાને આપેલ માનવ અવતારને સાર્થક કરવા પવિત્ર પુરૂષોત્તમમાસ માં પૂજા-અર્ચના અંગે ધાર્મિક ગ્રંથોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે આજથી એકમાસ સુધી ભક્તો માં ભક્તિ-આસ્થાની હેલી જોવા મળશે અધિકમાસ બાદ દ્વિતીય માસ એટલે શ્રાવણમાસનો આરંભ થશે આમ, આજથી લગલગાટ 60 દિવસ સુધી શ્રદ્ધાળુઓ ભક્તિ રસમાં તરબોળ બનશે.


Spread the love

Related posts

 સાનિધ્યમાં વિકસાવાયું જેપુરા-વન કવચ અને ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર, 100થી વધુ પ્રકારના 11 હજાર વૃક્ષો ઉછેરાયા

Team News Updates

પાંજરાપોળના હચમચાવી નાખતા દૃશ્યો:અનેક ગાયો તરફડતી જોવા મળી, પાંજરાપોળની બાજુમાં ફેંકી દેવાયેલા મૃતદેહના અવેશેષો મળ્યા; સંચાલક પર ગૌરક્ષકોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Team News Updates

જે લોકોને આ બિમારી છે તેણે ક્યારે પણ ન ખાવા જોઈએ અંજીર, પથરીની સમસ્યા થઈ શકે છે

Team News Updates