જે લોકોને Z+ સુરક્ષા મળે છે તેઓ 24 કલાક કડક સુરક્ષા હેઠળ રહે છે. દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત VVIPને Z+ સુરક્ષા મળે છે. આ સિવાય દેશની કેટલીક મોટી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને પણ આ સુરક્ષા મળે છે. આ વાત તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે, દેશમાં એક એવું ઝાડ છે જેને Z+ સુરક્ષા મળે છે. આજે અમે તમને આ VVIP ઝાડ વિશે જણાવીશું.
જે લોકોને Z+ સુરક્ષા મળે છે તેઓ 24 કલાક કડક સુરક્ષા હેઠળ રહે છે. દેશમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત VVIPને Z+ સુરક્ષા મળે છે. આ વાત તો બધા જાણે છે, પરંતુ દેશમાં એક એવું ઝાડ છે જેને Z+ સુરક્ષા મળે છે.
આપણા દેશમાં એક એવું ઝાડ છે જેને Z+ સુરક્ષા મળી છે. આ VVIP ઝાડની સુરક્ષા માટે 24 કલાક 4 ગાર્ડ તૈનાત રહે છે. આ VVIP વૃક્ષ મધ્યપ્રદેશમાં છે. જો કે આ વૃક્ષનું મૂળ બિહારના ગયા જિલ્લામાં છે.
ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડીઓ પર આવેલું છે. વર્ષ 2012માં શ્રીલંકાના તત્કાલિન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે તેને રોપ્યું હતું.
આ પીપળના વૃક્ષને બોધિ વૃક્ષ નામ આપવામાં આવ્યું છે, જે ખૂબ જ કિંમતી છે. આ વાતનો અંદાજો તમે આ વાત પરથી જ લગાવી શકાય છે કે, રાજ્ય સરકાર તેની સુરક્ષા પાછળ લાખો રૂપિયા ખર્ચે છે. આ વૃક્ષની સારસંભાળનો વાર્ષિક ખર્ચ 12-15 લાખ રૂપિયા છે. આ ઝાડને ટેકરી પર 15 ફૂટ ઉંચી લોખંડની જાળીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે.
ઈતિહાસ અનુસાર ગૌતમ બુદ્ધે આ વૃક્ષ નીચે બેસીને તપસ્યા કરી હતી, ત્યારબાદ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જો કે, આ તે મૂળ ઝાડ નથી. VVIP બોધિ વૃક્ષની દેખરેખ ખુદ કલેકટરની દેખરેખ હેઠળ થાય છે.