News Updates
VADODARA

 શિક્ષિકા બિમાર થાય તો સાસરીયા ભુવા જાગરીયા કરાવતા, પતિએ મારઝૂડ કરતા પોલીસ ફરિયાદ

Spread the love

વડોદરા શહેરની પરિણીતાએ સાસરીયા સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની અને દહેજ માંગતા હોવાની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું બીમાર હોય ત્યારે મારા સાસરિયા ભુવા પાસે લઈ જઈને ભુવા જાગરીયા કરાવતા હતા અને મારો પતિ મારી સાથે મારઝૂડ કરતો હતો.

સાસરીયા સામે પરિણીતાની પોલીસ ફરિયાદ
વડોદરાની યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સરકારી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને હું મારી દિકરી સાથે પિયરમાં રહું છું. મારા પતિ છેલ્લા ચારેક મહિનાથી તેમના માતા-પિતા સાથે શ્રેયસ પાર્ક સોસાયટી, ઈસરામા તા-પેટલાદ જી.આણંદ ખાતે રહે છે. મારા લગ્ન સને-2010માં થયા હતા.

2014માં એક દિકરીનો જન્મ થયો
મારા લગ્ન 16 મે-2017ના રોજ ઈસરામા ગામના પેટલાદ ખાતે રાજ ચતુરભાઇ પરમાર સાથે હિન્દુ રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ મારી નોકરી અલગ અલગ જગ્યાએ હોવાથી અમે બંન્ને નોકરીના સ્થળની નજીકમાં ભાડેથી ઘર રાખી સાથે રહેતા હતા. આ દરમ્યાન મારા પતિ છાણી ખાતે કોઇ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા અને અમારૂ લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું. જેથી અમારે 2014માં એક દિકરીનો જન્મ થયો હતો.

પતિ પૈસાની બાબતે બોલાચાલી કરી ઝગડો કરતા
​​​​​​​
મારા પતિની પ્રાઈવેટ નોકરી છૂટી જતા મારા પતિએ જુદા જુદા પ્રકારના ધંધા શરૂ કર્યા હતા. આ ધંધામાં ખોટ જવાથી દેવુ થઈ ગયુ હતું. જેથી મારા પતિ રાજ અવારનવાર મારી સાથે પૈસાની બાબતે બોલાચાલી ઝગડો કરતા રહેતા હતા. તેમજ મારા મા-બાપને ગમે તેવી ગાળો બોલી દહેજ પેટે પૈસાની માંગણી તથા અમારા લગ્નના કારિયાવરમાં મળેલ સોના-ચાદીના ધરણાની તેમજ આ મારો પતિ મારા પિતા પાસે ફોર વ્હીલરની માંગણી કરતા હતા..

દહેજમાં કાંઈ આપ્યું નથી, કહીને વારંવાર મ્હેણા-ટોણા મારતા
​​​​​​​
મારા સાસુ-સસરાઓ મને એમ કહેતા હતા કે, તારા પિતાનું જે મકાન છે, જેમાં મારા દિકરા રાજના નામે લખાવી દે’. જેથી મેં તથા મારા પિતાએ ના પાડતા મારા પતિએ મારી સાથે મારઝુડ કરીને મને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. દરમિયાન મારા પતિ મારી સાથે નોકરાણીની જેમ વર્તન કરતા હતા અને મારા સાસુ-સસરા મને અમારા આડોશ-પાડોશમાં વાતો કરવાની મનાઈ કરી હતી. મને ઘરમાંથી બહાર પણ નિકળવા પણ દેતા ન હતા અને દહેજમાં કાંઈ આપ્યું નથી તેમ કહીને મને વારંવાર મ્હેણા-ટોણા મારતા હતા.

સાસુ-સસરા ભુવા જાગરીયા કરી માનસિક ત્રાસ આપતા
​​​​​​​
મારા પતિ તથા સાસુ-સસરા જાદુ ટોણામાં માનતા હોવાથી અમારા લગ્ન થયા ત્યારથી મને કોઈપણ બિમારી હોય અથવા અમારા પતિ સાથે ઝગડોઓ થાય ત્યારે મને મારા પતિ તથા સાસુ-સસરા મને ભુવાને ત્યાં લઈ જતા હતા. આવી રીતે અવારનવાર આ મારા પતિ તથા સાસુ-સસરા મારી સાથે જાદુ ટોણા ભુવા જાગરીયા કરાવતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.


Spread the love

Related posts

GUJARAT:વડોદરામાં ચાલી રહ્યું છે શૂટિંગ,  આમિર ખાન ધૂમ મચાવશે ‘સિતારે જમીન પર’માં

Team News Updates

Vadodara:શ્વાનને કોળિયો બનાવ્યો,એક જ ઝાટકે મહાકાય મગરે મોઢામાં દબોચી પાણીમાં લઈ ગયો, વડોદરાની વિશ્વામિત્રી નદી કિનારે ફરી રહેલા કૂતરાને 

Team News Updates

VADODARA: નકલી પોલીસે રેડ કરી 10 લાખ માગ્યા,વડોદરામાં ડોક્ટરને યુવતીએ ઘરે મસાજ કરાવવા બોલાવી નગ્ન કર્યો;ફેસબુકથી કરેલી ઓફર હનીટ્રેપ સુધી

Team News Updates