ભાવનગર જિલ્લા પોલીસ વિભાગના સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થી બાળકોને શિક્ષણ સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય અને બાળકોને ગુડ ટચ અને બેટ ટચ અન્ય દ્વારા કેવા પ્રકારના સ્પર્શ કરવામાં આવે છે તેના વિશે બાળકો ને માહિતી આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ સેમિનારમાં વલ્લભીપુર પીએસઆઈ પી.ડી.ઝાલા, પો.કો.વી.ડી.ગોહિલ, હેડ.કો. જે.બી.સાંગા, Asi હેમાબેન એચ.દવે, વલભીપુર પોલીસ ટીમ દ્વારા શ્રી વલ્લભી વિદ્યાપીઠ- કેરીયા ઢાળ ખાતે શાળાના વિધાર્થીને ગુડ ટચ અને બેટ ટચ અન્ય દ્વારા કેવા પ્રકારના સ્પર્શ કરવામાં આવે છે સાથે કાયદાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા, શ્રી વલ્લભી વિદ્યાપીઠના સંચાલક અને શિક્ષકો દ્વારા પોલીસ અધિકારી સહિતનાને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વલ્લભીપુર પોલીસ અધિકારી પી.ડી.ઝાલાએ પોતાના વક્તવ્યમાં કારકિર્દી માર્ગદર્શન, સાયબર ક્રાઇમ તેમજ સ્ત્રી સશક્તિકરણ, ટ્રાફિક નિયમો સહિતના વિશે જાણકારી અને સમજૂતી આપી વિધાર્થીઓ ખુબ પ્રેરીત કર્યા હતા અને અન્ય લોકો પણ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે તે માટે વિધાર્થીઓ દ્વારા અન્ય લોકોને માહિતી આપવા જાગૃત કરે તેવી માહિતી આપવામાં આવી હતી.