News Updates
GUJARAT

સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર ની ભાર્ગવી વગીશ કુમાર ભગોરા ની પસંદગી

Spread the love

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વર્ગીશકુમાર ભગોરાએ ખેલો ઇન્ડિયા માં આર્ચરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. તખતપુર આર્ટસ કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાયું હતું વધુમાં સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયર ઇન્ડિયા ટીમ માં પસંદગી પામી છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આટર્સ કોલેજના સહિત ના સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના
ખેલાડીઓ ભારત સરકાર આયોજિત ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 25 મેં થી 3 જૂન સુધી યોજાઇ રહેલ ખેલો ઇન્ડિયામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના 11 ખેલાડીઓ
જુડો, ટેનિસ, ફેન્સિંગ અને આર્ચરી એમ ચાર સ્પર્ધાઓમાં સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 ખેલાડીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા છે. જેમાં ખેલો ઇન્ડિયા માં શુક્રવારે યોજાયેલી આર્ચરી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ગોલ્ડ મેડલ ખેલાડી ભાર્ગવી ભગોરા સિલ્વર મેડલ મેળવ્યો હતો.અને માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

આગામી 3 થી 11 સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં ભાર્ગવી વગીશ કુમાર ભગોરા ની પસંદગી થઈ છે જેમાં ઇન્ડિયા ના ટીમ 22 જેટલા ખેલાડીઓ,કોચ સાથે આજે દિલ્લી થી સિંગાપુર ખાતે રમવા જશે તેવું યુનિવર્સિટીના શારીરિક નિયામક ચિરાગ પટેલ જણાવ્યું હતું
એમ ડી પટેલ આર્ટસ કોલેજ ના સંચાલક મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાર્ગવી ભગોરા એ એમ ડી પટેલ આર્ટસ કોલેજ ની સાથે સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને અરવલ્લી જિલ્લા આદિવાસી સમાજ નું પણ ગૌરવ વધાર્યું છે.

(અરવલ્લી)


Spread the love

Related posts

ગાજરની આ સુધારેલી જાતો આપશે વધારે ઉત્પાદન, પુસા સંસ્થાએ ખેડૂતોને આપી સલાહ

Team News Updates

ગાજર જ નહીં ગાજરની છાલ પણ છે ઉપયોગી, આ રીતે કરો રિયુઝ

Team News Updates

દર્દીની પીડા પર પાણી ટપકે છે:પ્રથમ વરસાદે જ સુરત સિવિલના સર્જરી વિભાગ સહિત 6 વોર્ડમાં પાણી ટપકવા લાગ્યું; છ માસ અગાઉ સ્પેશિયલ રૂમોનું માત્ર કાગળ પર રિપેરિંગ

Team News Updates