News Updates
GUJARAT

ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ શું શું કાળજી તે અંગે ખેતી નિયામકે ખેડૂતોને માર્ગદર્શ આપ્યું

Spread the love

નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિ.) તરફથી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનુ કે, બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી જેથી છેતરપીડીંથી બચી શકાય.

બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી. કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને જુદા જુદા પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવા નાયબ ખેતી નિયામક (વિ.), નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.


Spread the love

Related posts

આત્મહત્યાનો પ્રયાસ, પારિવારિક ઝગડા, સંતાનો અને વાલીઓ વચ્ચે અણબનાવ, છેતરપિંડી જેવી સમસ્યાઓના સમાધાનનું સરનામું એટલે ‘મહિલા હેલ્પ ડેસ્ક’

Team News Updates

પ્રભાસ પાટણનાં વોર્ડ નં.2ના રહીશોએ પાણી ભરાવાના ત્રાસથી કંટાળી પાલિકાને રજૂઆત કરી

Team News Updates

 “SCAM” આ 10 રીતે લોકો સાથે થઈ રહ્યા છે

Team News Updates