News Updates
GUJARAT

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ:વલસાડ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી, જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાઈ

Spread the love

વલસાડ રેલવે સ્ટેશન પર આજે હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાતાં અફરાતફરી મચી હતી. ચાલુ ટ્રેનમાં આગ લાગ્યા બાદ તાત્કાલિક ટ્રેનને સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને એમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

ચાલુ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગતાં અફરાતફરી
વલસાડ રેલવે સ્ટેશન પાસે શ્રીનગર તરફ જતી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટેનના એન્જિન પછીના જનરેટર કોચ અને B1 કોચમાં આગ લાગતાં ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પાસે અટકાવવામાં આવી હતી. વલસાડ રેલવે વિભાગની ટીમની સતર્કતાને લઈને ટ્રેનને અટકાવી યાત્રીઓને ટ્રેનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. રેલવે વિભાગની આપાતકાલીન ટીમ અને વલસાડ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે.

અઠવાડિયા પહેલાં દાહોદમાં મેમુ ટ્રેનના કોચમાં આગ લાગી હતી
વલસાડ જેવો જ બનાવ અઠવાડિયા પૂર્વે દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર બન્યો હતો. દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનનો કોચ ભડભડ સળગી ઊઠ્યો હતો. ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી. એ બાદ થોડીવારમાં જ ફર્સ્ટ ક્લાસ કોચ અગન જ્વાળાઓની ઝપેટમાં આવી ગયો હતો. ટ્રેનમાં આગ લાગતાં જ કોચમાં સવાર મુસાફરોમાં નાસભાગ મચી હતી, જોકે આગ વિકરાળ બને એ પહેલાં જ મુસાફરો બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. મેમુ ટ્રેનની પાછળ જોડેલા એન્જિનની પાસેના ફર્સ્ટ ક્લાસ કોચમાં ધુમાડો જણાતાં મુસાફરો ઊતરી ગયા હતા. ત્યાર બાદ કોચ ભડ ભડ સળગવા લાગ્યો હતો, જેથી તાત્કાલિક દાહોદની ફાયરબ્રિગેડ પહોંચી જઈ આગને કાબૂમાં લઈ લીધી હતી.


Spread the love

Related posts

 નવા પાણી નહીં આવતા ચિંતા ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં, ધરોઈ, સીપુ અને દાંતીવાડા

Team News Updates

નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા

Team News Updates

દેશના 6 રાજ્યની વસતી કરતાં મોબાઇલ વધુ, ગુજરાત આઠમે; 6.61 કરોડ પાસે મોબાઇલ

Team News Updates