News Updates
GUJARAT

વિહંગમ યોગ સંત સમાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે, 25000 કુંડીય વિશ્વશાંતિ યજ્ઞ થશે

Spread the love

અમર હિમાલય યોગી સદ્ઞુરુ સદાફલદેવજી દ્વારા આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે એક લાખ વૈદિકમંત્રોથી લાક્ષાહુતિ યજ્ઞ કરી વિહંગમ યોગ સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી. જને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે .

અમર હિમાલય યોગી સદ્ઞુરુ સદાફલદેવજી દ્વારા આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે એક લાખ વૈદિકમંત્રોથી લાક્ષાહુતિ યજ્ઞ કરી વિહંગમ યોગ સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી. જને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થયા છે .

વિહંગમ યોગ સંત સમાજની સ્થાપના અને એક લાખ વૈદિકમંત્રોથી લક્ષાહુતિ યજ્ઞના શતાબ્દિ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વિહંગમ યોગ સ્વર્વૅદ મહામંદિરધામ વારાણસી ખાતે આગામી તા.૧૭ અને ૧૮ ડિસેમ્બર ના રોજ 25000 કુંડીય વિશ્વશાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શતાબ્દી મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે કાશ્મીર થી કન્યાકુમારી સુધી સંત્ પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ ના નેતૃત્વમાં રાષ્ટ્રવ્યાપી સંકલ્પ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. ગત્૧૭ જુલાઈ થી શરૂ થયેલ રાષ્ટ્રવ્યાપીસંકલ્પ યાત્રા એ હમણા સુધી ૨૨૫૦૦ કિમી. નું અંતર પૂર્ણ કરી આજ રોજ પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામ ડાંગ ખાતે આગમન થયું હતું.

વિહંગમ યોગ સંત સમાજની શતાબ્દી ઉજવણી મહોત્સવ નિમિત્તે પૂ .સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ ની પવિત્ર વાણીમાં સત્સંગ તથા જય સ્વર્વૅદ કથા તેમજ યજ્ઞનું આયોજન પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ ખાતે કરવામાં આવ્યું હતું જેમા પૂજય સ્વામીજીના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓનો આ ભગીરથ કાર્ય માટે સહકાર મળ્યો છે. મુખ્ય યજમાન અશ્વિનભાઇ પટેલ, બહ્મવાદિની હેતલ દીદી, કરસનભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સ્વર્વૅદ કથાના માધ્યમથી તમામ ભક્તો ને આમંત્રિત કરવાનો છે. રાષ્ટ્ર વ્યાપી સંકલ્પ યાત્રાના ભાગરૂપે આશરે 16 જેટલા રાજ્યોમાં સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ દ્વારા સ્વર્વૅદ કથા નું અમૃત વાંચન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્ર વ્યાપી સંકલ્પ યાત્રામાં ભારતભરમાંથી વિહંગમ યોગ પરિવાર ના લાખો સાધકો જોડાય રહ્યા છે. સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતવર્ષના તમામ લોકો ને આમંત્રિત કરવાનો છે. સ્વર્વૅદ કથાના માધ્યમથી લોકોનો ભૌતિક તેમજ આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થઈ રહ્યો છે.


Spread the love

Related posts

અનંત અંબાણીનું હાલારી પાઘડી પહેરાવી સન્માન:મહિલાઓ દ્વારા ઓવારણાં લેવામાં આવ્યાં, અંબાણી પરિવારે ગામલોકો સાથે કરી આનંદના ઉત્સવની ઉજવણી

Team News Updates

Navratri 2024:શારદીય નવરાત્રીની પાછળની પૌરાણિક કથા શું છે,શરૂઆત કેવી રીતે થઈ? 

Team News Updates

RAJKOTથી પોલીસ કમિશ્નર તો ગયા, પરંતુ પોતાના અંગત વહીવટદારને સાથે લઇ જવાનું ભુલી ગયા??

Team News Updates