ભિલોડાના ભેટાડી પાસે ધાનેરા શિક્ષક ગોપીચંદ ડાભી પોતાની ચૂંટણી ફરજ પૂર્ણ કરીને વતન ભિલોડા તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન સામેથી બેદરકારીપૂર્વક ઓવરસ્પીડમાં કાર હંકારી આવી રહેલા નીતિન બડેવા નામના શખ્સે શિક્ષકની કારને ટક્કર મારતા બંને કારચાલકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈ ભિલોડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને બેદરકારીપૂર્વક કાર હંકારી શિક્ષકની કાર સાથે અથડાવી શિક્ષક ગોપીચંદ ડાભીનું મોત નિપજાવનાર નીતિન બડેવા સામે ફરિયાદ નોંધી હતી. બંનેના મૃતદેહ પીએમ અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.