આમતો ઉનાળાના પ્રારંભે કેસર કેરની આવક શરૂ થઇ જતી હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. બરડાની કેસર કેરીની આવક વધી છે જેને કારણે ભાવમાં પણ ઘટાડો થયો છે. જેને કારણે સામાન્ય લોકો પણ કેરીનો સ્વાદ માણી શકશે.
પોરબંદરમાં માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એક માસથી કેરીની આવક જોવા મળી રહી છે. તેમા બરડાની કેસર કેરીનું વ્હેલુ આગમન થયું હતું. તેમજ રત્નાગીરી, હાફુસ કેરીની આવક જોવા મળતી હતી. હવે ગીરની કેસર કેરીની આવક જોવા મળે છે. પોરબંદરના માર્કેટીગ યાર્ડમાં બરડા પંથકની કેસર કરીની આવક જોવા મળતી હતી. હવે પાક તૈયાર થતા આજે બુધવારે બરડા પંથકની કેસર કેરીના 4000 બોક્સની આવક જોવા મળી હતી. જેનો ભાવ રૂ.900થી 1500 સુધીનો જોવા મળ્યો હતો.
જ્યારે ગીરની કેસર કેરીના 1500 બોકસની આવક જોવા મળી હતી અને ભાવ રૂ.600થી 1200 જેવો જોવા મળ્યો હતો. કેસર કેરીની આવકમાં વધારો થતાં ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બરડા પંથકની કેસર કેરીનો બોકસનો ભાવ રૂ.1000થી 1800 સુધીનો હતો. તેમા રૂ.500નો ઘટાડો થયો છે. આ કેસર કેરની આવક વધતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સામાન્ય માણસો પણ કેરીનો સ્વાદ માણી શકાશે.