News Updates
GUJARAT

patan:પરિવાર માતાના મઢથી દર્શન કરીને પરત ફરતાં ઇક્કો અને ટેન્કર ભટકાતા ત્રણના મોત,8 ઇજાગ્રસ્ત

Spread the love

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા પ્રાઇવેટ વાહનો કારણે અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે, ત્યારે આવો જ એક ગોજારો માર્ગ અકસ્માત ફરીથી સર્જાયો છે. હારીજ-ચાણસ્મા હાઇવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઈકો કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 3 લોકોના કરુણ મોત નીપજયા હોવાની સાથે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ગોજારા અકસ્માતની મળતી હકીકત મુજબ, મંગળવાર ના રોજ ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલા ટેન્કર અને આશાપુરા માતાના દર્શન કરીને પરત ફરી રહેલી ઇક્કો કાર અને ટેન્કર વચ્ચે અગમ્ય કારણોસર ગમખ્વાર અકસ્માત સજૉતા ઇકો કારમાં બેઠેલા મુસાફરોની ચિચિયારીઓથી માગૅ ગુજી ઉઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઇક્કો કારમાં સવાર 2 પુરુષો અને 1 મહિલાના ઘટના સ્થળે મોત નિપજયા હોવાની સાથે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માત ચાણસ્મા હારીજ હાઈવે માગૅ પર આવેલ ખોડલ હોટલ નજીક સજૉતા સ્થાનિક લોકો ઘટન સ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જયારે ઘટના સ્થળે મૃત્યુ પામેલા ઈસમોની લાશને હારીજના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલાઓમા ત્રણ મહિલાઓ ત્રણ બાળકો અને બે પુરુષો હોવાનું જાણવા મળ્યું છે ઇજાગ્રસ્ત પૈકી ત્રણ બાળકોની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ હારીજ પોલીસને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • નવલસિંહ કેશરસિંહ રાઠોડ, પિતા
  • રવિન્દ્રસિંહ નવલસિંહ રાઠોડ, પતિ
  • તોરલબાં રવિન્દ્રસિંહ રાઠોડ ,પત્ની

Spread the love

Related posts

રાજકોટની આજીડેમ પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી: પી.આઈ. એલ.એલ. ચાવડાને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો રૂ. ૫ હજારનો દંડ

Team News Updates

Anand:1 રૂપિયાથી લઈ 10 રૂપિયા દહીના ભાવમાં  વધારો કરાયો, અમૂલના હવે દહીં પણ મોંઘુ

Team News Updates

અમરનાથ યાત્રામાં ગુજરાતીઓ ફસાયા, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂની માગ:વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં કેદ, કપડાં-ગાદલાં સહિતનો સામાન પલળતાં હાલત કફોડી

Team News Updates