વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં આ માહિતી સામે આવી છે. તો છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 118 સિંહબાળના મોત થયા છે.
વર્ષ પ્રમાણે વિગતવાર માહિતી જોઈએ તો, વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.