News Updates
GUJARAT

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:વેરાવળ અને સુત્રાપાડાને ધમરોળી નાખ્યું, 24 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Spread the love

સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે વેરાવળ અને સુત્રાપાડાને મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાલ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારે બે કલાકમાં 3 ઈંચ અને ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

કચ્છ જિલ્લામાં સવારથી વરસાદ જામ્યો
વાવાઝોડાની સૌથી અસર કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે. અહીં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. કચ્છ, ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, રાપરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રા, ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે.

125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેક ઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

લખપત તાલુકામાં ઝરમર વરસાદ
કચ્છના દયાપર સહિત લખપત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. આજ સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

જુનાગઢમાં ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા
વાવાઝોડાની અસર જુનાગઢમાં પણ જોવા મળી રહી છે. ગઈકાલથી જુનાગઢમાં ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આથી ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા છે. તેમજ જુનાગઢના ચેકડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે.


Spread the love

Related posts

પ્રભાસ પાટણનાં વોર્ડ નં.2ના રહીશોએ પાણી ભરાવાના ત્રાસથી કંટાળી પાલિકાને રજૂઆત કરી

Team News Updates

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત

Team News Updates

 40,00 રોપાઓનું વાવેતર કરાશે કોસ્ટલ હાઇવેની બંને બાજુ, રાજ્યમાં ટ્રી કવર વધારવા 200 કિમી લાંબા દ્વારકા-સોમનાથ

Team News Updates