ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.