હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતાઓ છે. ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદી વાદળ ઘેરાયા છે.11 તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ 14 ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.