News Updates
GUJARAT

ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ નહીં:રાજસ્થાનમાં સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર ગુજરાતને થશે, આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Spread the love

આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે.

રાજ્યમાં છૂટો છવાયો વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ છે જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

5 દિવસ વરસાદની સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવના નથી
મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદ નહીં રહે, પરંતુ રાજ્યમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે. અગાઉ ત્રણ તબક્કા દરમિયાન સૌરાષ્ટ્રમાં સિઝનનો સામાન્ય કરતા ઘણો વધુ વરસાદ થયો છે. પાંચ દિવસ પછી પણ વરસાદ આપનારી સિસ્ટમ એક્ટિવ થવાની સંભાવનાઓ નથી.

આજે ક્યા વિસ્તારોમાં વરસાદની આગાહી
આજે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે અને ઝરમર વરસાદ પણ થયો છે. 16થી 18 ઓગસ્ટના રોજ વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં વરસાદ થશે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરૂ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો કૃષિ પાક માટે પાણી સારું ગણાય છે.

પાંચ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં
હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. આગામી પાંચ દિવસ સુધી કોઈ કોઈ જગ્યાએ સામાન્ય વરસાદ થશે. અત્યારે વરસાદ લાવનારી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોઈ ગુજરાતમાં ભારે વરસાદ થવાનો નથી. અમદાવાદની વાત કરીએ તો આજથી 15 ઓગસ્ટ સુધી શહેરમાં હળવો વરસાદ થવાની પણ શક્યતા નથી. જો કે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેવાનું હોઈ ક્યાંક ક્યાંક વરસાદી વાદળો ઝાંપટાના સ્વરૂપે વરસી શકે છે.


Spread the love

Related posts

સપ્ટેમ્બરમાં ફરવા જવાનું કરો છો આયોજન, તો આ સ્થળોની લઈ શકો મુલાકાત

Team News Updates

Mehsana:62.43 લાખનો મુદ્દામાલ જપ્ત,મહેસાણા એલસીબી ટીમે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Team News Updates

શું તમને તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો?:સરકાર ઇમર્જન્સી એલર્ટનું કરે છે ટ્રાયલ, પૂર અને ભૂકંપ જેવી સ્થિતિ વખતે લોકોને એલર્ટ કરશે

Team News Updates