ઘઉંના લોટની બેગોની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડાતો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શામળાજી ગોધરા હાઈવે પર મોડાસા નજીક બાજ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રક બાતમી મુજબની ટોલ પ્લાઝા પર પહોંચતા જ એસએમસીની ટીમે તેની તલાશી લીધી હતી. જે ટ્રકમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો.
મોડાસાના ગાજણ ટોલ પ્લાઝા પાસેથી એક દારુ ભરેલી ટ્રક ઝડપાઈ આવી છે. ઘઉંના લોટની બેગોની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડાતો હોવાની બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શામળાજી ગોધરા હાઈવે પર મોડાસા નજીક બાજ નજર રાખવામાં આવી હતી. આ દરમિયાન એક ટ્રક બાતમી મુજબની ટોલ પ્લાઝા પર પહોંચતા જ એસએમસીની ટીમે તેની તલાશી લીધી હતી. જે ટ્રકમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રકમાં ઘઉંના લોટની 500 જેટલી બેગ હતી અને તેની આડમાં દારુની બોટલોનો 8892 નંગ જથ્થો હેરફેર કરવામાં આવતો ઝડપી લેવામાં આવ્યો હતો. એસએમસીએ ટ્રક ચાલક સહિત બે શખ્શોને ઝડપી લીધા હતા. ટીમે 10.35 લાખનો વિદેશી દારુ સહિત 32.62 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.