તા.૨,ગોંડલ: શહેરના 83 વર્ષીય વૈષ્ણવ કીર્તન મંડળી ના ગાયક ચંપારણ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળે અવસાન પામ્યા છે. તેમની ડેડબોડી ને તાત્કાલિક ગોંડલ લાવવામાં આવી હતી. બસમાં અચાનક દુખાવો થતાં વૃદ્ધ ગાયક રામચરણ પામ્યા છે. ધૂન મંડળી સાથે અંતિમ યાત્રા નીકળી અને ઘર થી સ્મશાન સુધી સાથિયા અને ફૂલ પાથરવામાં આવ્યા હતા. દર્શનાર્થે ગયેલા કેશુભાઈએ બસ માં પણ કીર્તન ગાયા હતા તેનો છેલો વીડિયો પણ પરિવારે રેકોર્ડ કર્યો હતો.
ગોંડલ તાલુકાના વેજાગામના વતની કેશુભાઈ મુળજીભાઈ પાનસૂરિયા (ઉ.વ.83) જગન્નાથપુરી અને ચંપારણય મહાપ્રભુજીના પ્રાગટ્ય દર્શનાર્થે ગયા હતા. કેશુભાઈ પત્ની શામુબેન, 3 દીકરીઓ, 1 દીકરો, 1 પુત્રવધુ, 2 જમાઈ અને કેશુભાઈના ભાઈ ભીખુભાઇ અને તેમના પત્ની સવિતાબેન પાનસૂરિયા ગોંડલ તાલુકાના વેજાગામથી 22 નવેમ્બરને બુધવારના રોજ ખાનગી ટ્રાવેલ્સમાં પવિત્ર યાત્રાધામોના દર્શનાર્થે ગયા હતા.
કેશુભાઈએ 27 નવેમ્બરે દિવસના બપોરના 12 વાગ્યે ચંપારણયમાં મહા પ્રભુજીના પ્રાગટ્ય સ્થળ દર્શન કર્યા હતાં. 27 તારીખે મોડી રાતે બસમાં અચાનક જ પગ દુઃખવા લાગ્યા હતા. તેમની તબિયત અચાનક ખરાબ થઈ રહી હતી. તેમના શરીરમાં અસહ્ય દુખાવો થતો હતો. શ્રી કૃષ્ણ શરણમ મમ 3 વાર બોલ્યા અને જીવ ચાલ્યો ગયો હતો.
કેશુભાઈ 27 તારીખે રાત્રીના સમયે અવસાન પામ્યા બાદ 28 તારીખે ચંપારણયથી એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ આવવા નીકળ્યા હતા. 29 તારીખે ગોંડલ આવી પોહચ્યા હતા. ત્યાર બાદ 30 નવેમ્બરે કીર્તન મંડળી સાથે ઘરે થી સ્મશાન સુધી પરિવારજનોએ સાથિયા અને ફૂલ પાથર્યા હતા મોટી સંખ્યા માં ગ્રામજનો અને ધૂન મંડળી ના લોકો અંતિમ વિધિ માં જોડાયા હતા.
કેશુભાઈ વેજાગામમાં વૈષ્ણવ કીર્તન મંડળી, રાસ કીર્તન અને ઢાઢી લીલા 50 વર્ષ થી રમતા હતા. અમદાવાદ, મુંબઈ અને ગોંડલ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાસ કીર્તન રમવા જતા હતા. નાનપણથી તેઓ ભજન કીર્તન કરતા હતા. કેશુભાઈના પરિવારમાં 3 દીકરા અને 4 દીકરીઓ સહિત ચોથી પેઢી જોઈ છે. બસમાં દર્શન કરવા જતાં હતાં ત્યારે પરિવાર સાથે પણ કીર્તન ગાયા હતા.