News Updates
INTERNATIONAL

ન્યૂઝીલેન્ડમાં 3 ખાલિસ્તાનીને સજા:ભારતીય મૂળની વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડ્યું, તેને 40 વાર ચાકુ માર્યા; 350 ટાંકા આવ્યા

Spread the love

ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળની વ્યક્તિની હત્યાનું કાવતરું ઘડનારા ત્રણ ખાલિસ્તાનીને સજા કરવામાં આવી છે. ત્રણેયે 2020માં રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હરનેક ખાલિસ્તાન વિરુદ્ધ બોલતો રહ્યો છે, જેના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

એનઝેડ હેરાલ્ડના અહેવાલ મુજબ, 48 વર્ષીય ન્યૂઝીલેન્ડનો નાગરિક આ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ છે. તેના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી છે. એ જ સમયે 27 વર્ષીય સર્વજિત સિદ્ધુને 9 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 44 વર્ષીય સુખપ્રીત સિંહને છ મહિનાથી નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

2020નો કેસ
આ મામલો વર્ષ 2020નો છે. 23 ડિસેમ્બર 2020ના રોજ રેડિયો હોસ્ટ હરનેક સિંહ કાર દ્વારા ઘરે જઈ રહ્યા હતા. ત્યાર બાદ હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરો ત્રણ વાહનમાં આવ્યા હતા. ત્રણ હુમલાખોર સાથે અન્ય ઘણા લોકો પણ હતા. આ લોકોએ હરનેકની કારને ઘેરી લીધી હતી અને તેના પર ચાકુથી 40 વખત હુમલો કર્યો હતો.

હરનેક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘણી મહેનત પછી તેણે કાર લોક કરી અને હોર્ન વગાડવાનું શરૂ કર્યું. અવાજ સાંભળીને આજુબાજુ રહેતા લોકો તેની મદદ કરવા આવ્યા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. શરીરમાં 350થી વધુ ટાંકા આવ્યા હતા અને અનેક સર્જરી કરવામાં આવી હતી, જેના પછી હરનેકને બચાવી શકાયો હતો.

‘કામ થઈ ગયું’
ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલ મુજબ, હરનેક પર હુમલો કરનારા લોકોમાં એક જસપાલ સિંહ છે. મે 2022માં ઓકલેન્ડ હાઈકોર્ટે જસપાલને હત્યાના પ્રયાસના આરોપમાં 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. સુનાવણી દરમિયાન હરનેકના મિત્ર અવતરે ષડયંત્ર પાછળના માસ્ટરમાઇન્ડ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. એ જ સમયે અવતારના અન્ય મિત્ર બલજિંદરે કોર્ટમાં કહ્યું હતું કે તેને હરનેકની હત્યાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. જોકે તેણે હરનેકને મારવાનો ઇનકાર કર્યો. આ પછી 23 ડિસેમ્બર 2020ના રોજ હરનેક પર હુમલો કર્યા પછી જસપાલે બલજિંદરને ફોન કર્યો અને કહ્યું – કામ થઈ ગયું. હવે તે રેડિયો પર કંઈ બોલી શકશે નહીં.

હું ખચકાટ વિના મારા વિચારો વ્યક્ત કરવાનું ચાલુ રાખીશ: હરનેક
હુમલાખોરોને સજા મળ્યા બાદ હરનેકે તેમને કહ્યું- તમે લોકો મને મારવા આવ્યા હતા. મને ચૂપ કરવા માગતા હતા. તમે ખાલિસ્તાન વિરુદ્ધ બોલનારા લોકોને ડરાવવા માગતા હતા, પરંતુ તમે એમ ન કરી શક્યા. તમે બધા નિષ્ફળ ગયા અને ન્યાય જીત્યો. મેં હંમેશાં મારાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે અને કોઈપણ ખચકાટ વગર મારા વિચારો વ્યક્ત કરતો રહીશ.


Spread the love

Related posts

કેનેડાનાં જંગલોમાં લાગેલી આગના ધુમાડા અમેરિકા સુધી પહોંચ્યા:3 હજાર કિલોમીટર દૂર ધુમાડા પહોંચતાં આશ્ચર્ય, સવા લાખ લોકોએ ઘર છોડ્યું, USમાં એરએલર્ટ

Team News Updates

કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હતો:યુએસ રિપોર્ટનો દાવો- વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા, FBI પાસે પુરાવા

Team News Updates

પાવર પ્લાન્ટ ખરીદવા કવાયત:ભદ્રેશ્વરનો ફડચામાં ગયેલો પાવર પ્લાન્ટ ખરીદવા અદાણી – રિલાયન્સ રેસમાં

Team News Updates