ગોધરા તાલુકાના મહેલાલ પાસે આવેલા જીતપુરા ગામ ખાતે એક કુવામા પડી ગયેલી નીલગાયનું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ નીલગાયને બચાવીને સલામત રીતે છોડી દેવામા આવી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામ એક કુવામાં નીલગાય ખાબકી જતા તાત્કાલિક આજુબાજુના લોકોએ મહેલોલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટ કોલ કરી જાણ કરી હતી કે એક કૂવામાં નીલગાય પડી છે. તેને બહાર કાઢવાની છે જેથી અમારી ટીમ તાત્કાલિક ગોધરા તાલુકાના જીતપુરા ગામે પહોંચી હતી. જેમાં વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટના કાર્યકર આકાશ ભોઈ, અમિત પરમાર ઘટના સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ કૂવામાં ખાબકી ગયેલી નીલ ગાયને સહી સલામત રીતે કુવામાંથી બહાર કાઢી હતી